ICC રેન્કિંગમાં ભારતનો દબદબો, ત્રણેય ફોર્મેટમાં ટીમ સિવાય બોલર, બેટિંગ અને ઓલરાઉન્ડરમાં પણ નંબર-1
Team India: વર્લ્ડ ક્રિકેટમાં ભારતીય ટીમનો દબદબો વધી ગયો છે અને ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-વન બની ગઈ છે. આ સિવાય પ્લેયર્સના રેન્કિંગમાં પણ ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ Indian Team Domination In ICC Rankings: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝના પ્રથમ મુકાબલામાં 5 વિકેટથી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમે આઈસીસી વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધુ છે. આ સાથે હવે ટીમ ઈન્ડિયા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ બની ગઈ છે. વર્તમાન સમયમાં ટીમ ઈન્ડિયાની આ સફળતાનું કારણ યુવા અને અનુભવી ખેલાડીઓનું સારૂ પ્રદર્શન કરવું છે, જેનો દબદબો આઈસીસી રેન્કિંગમાં જોવા મળ્યો છે.
ટીમ ઈન્ડિયાએ જ્યાં પાકિસ્તાનને પછાડતા નંબર-1 વનડે ટીમ બની તો તેમાં મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલની મોટી ભૂમિકા માની શકાય છે. સિરાજ જ્યાં આ સમયે વનડે રેન્કિંગમાં નંબર-1 બોલર છે. તો ગિલ બેટિંગના રેન્કિંગમાં બીજા સ્થાને છે. આ સિવાય વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પણ આઠમાં અને દસમાં સ્થાને હાજર છે.
તો ટેસ્ટમાં ભલે ટીમ ઈન્ડિયા 2 વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં પહોંચીને જીતવામાં સફળ ન રહી હોય. તેમ છતાં આ રેન્કિંગમાં નંબર વન પર છે. તો ભારતીય સ્પિન જોડી રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાનો દબદબો જોવા મળે છે. અશ્વિન જ્યાં નંબર-1 બોલર છે તો જાડેજા નંબર-3ની પોઝીશન પર છે. આ સિવાય ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં જાડેજા નંબર-1 પર છે, જ્યારે અશ્વિન નંબર-2 પર છે.
ટી20માં સૂર્યકુમાર યાદવ બેટિંગ રેન્કિંગમાં નંબર-1, હાર્દિક ઓલરાઉન્ડરમાં નંબર-2
ટી20 રેન્કિંગમાં જ્યાં ટીમ ઈન્ડિયા નંબર વન છે. તો પ્લેયર્સ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ નંબર-1 બેટર છે. તો ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં હાર્દિક પંડ્યા બીજા સ્થાને છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં વનડે વિશ્વકપ પહેલા નંબર-1 રહેવા માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની બાકી 2 મેચમાંથી એક મેચ જીતવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube