કોલકાતાઃ ભારતીય ટીમ પ્રથમ વખત મહેન્દ્ર સિંહ ધોની વગર રવિવાર(4 નવેમ્બર)ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20 મેચ રમવા ઉતરશે. જોકે, કેપ્ટન કોહલીએ તેને 'ધોની યુગ'ની સમાપ્તી માનવાનો ઈનકાર કર્યો છે. બે વખત વિશ્વ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટી2- ટીમમાંથી બહાર રાખવા અંગે એક અઠવાડિયા અગાઉ કોહલીએ જણાવ્યું હતું કે, તે ભારતની રણનીતિનો એક અભિન્ન અંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય પસંદગીકર્તા એમ.એસ.કે. પ્રસાદે પણ સ્પષ્ટતા કરી હતી કે, ધોની માટે ટી20ના દરવાજા બંધ થયા નથી. ઉલ્લેખનીય છે કે, દેશના પસંદગીકર્તાઓએ તેને મર્યાદિત ઓવરોના બે ફોર્મેટમાંથી એકમાંથી બહાર કરીને સંકેત આપી દીધો છે. શનિવારે (27 ઓક્ટબર) બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, "એક વાત નક્કી છે કે, ઓસ્ટ્રેલિયામાં 2020માં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની નહીં રમે."


રોહિત શર્માના હાથમાં સુકાનીપદ
કેપ્ટન વિરાટ કોહલીને ત્રણ મેચમાં આરામ અપાયો છે. રોહિત શર્મા તેની ગેરહાજરીમાં ટી20 ટીમની આગેવાની કરશે. જેસન હોલ્ડરની કેપ્ટનશીપવાળી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 0-2થી ટેસ્ટ શ્રેણી અને 1-3થી વન ડે શ્રેણી હારી ચૂકી છે. 



બ્રેથવેટે આ મેદાન પર જ લગાવ્યા હતા 4 છગ્ગા
કાર્લોસ બ્રેથવેટની આગેવાનીવાળી કેરેબિયન ટી20 ટીમને હરાવવું ભારત માટે મુશ્કેલ રહેશે. મહેમાન ટીમ પોતાની પ્રતિષ્ઠા બચાવવાના ઈરાદા સાથે ઉતરશે. બ્રેથવેટે આ મેદાન પર બેન સ્ટોક્સને સતત ચાર છગ્ગા લગાવીને 2016માં વેસ્ટ ઈન્ડિઝીને બીજો વર્લ્ડ કપ જીતાડ્યો હતો. 


વન્ડિઝમાં બે દિગ્ગજનું પુનરાગમન
ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં પોતાનાં ટોચના ખેલાડીઓ વગર રમનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ડેરેન બ્રાવો, કિરોન પોલાર્ડ અને આન્દ્રે રસેલની એન્ટ્રી થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2009થી 2017 સુધી 8 ટી-20 મેચ રમાઈ છે, જમાંથી 5 વેસ્ટ ઈન્ડિઝે જીતી છે. 



ભારતીય ટીમઃ 
રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંતચ, કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ


વેસ્ટ ઈન્ડિઝ ટીમઃ 
કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, કીમો પોલ, કીરોન પોલાર્ડ, દિનેશ રામદીન, આન્દ્રે રસેલ, શેરફેન રૂધરફોર્ડ, ઓશાને થોમસ, ખારી પિયરે, ઓબેદ મેકાય, રોવમેન પાવેલ, નિકોલસ પુરાન. 


મેચનો સમય : સાંજે 7.00 કલાકથી.