કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમનો ચીનનો પ્રવાસ રદ્દ
કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમે પોતાનો ચીન પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. હવે હોકી ઈન્ડિયાની સામે ઓલિમ્પિકની તૈયારી માટે વૈકલ્પિક પ્રવાસનું આયોજન કરવાનો મુશ્કેલ પડકાર છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમે પોતાનો ચીનનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. હવે હોકી ઈન્ડિયાની સામે ઓલિમ્પિકની તૈયારી માટે વૈકલ્પિક પ્રવાસના આયોજન કરવાનો કઠિન પડકાર છે. ભારતીય ટીમે 14થી 25 માર્ચ સુધી ચીનના પ્રવાસ પર જવાનું હતું પરંતુ આ બીમારીને કારણે પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે.
ભારતીય કેપ્ટન રાનીએ કહ્યું, 'અમારે ચીન જવાનું હતું, પરંતુ વાયરસને કારણે પ્રવાસ રદ્દ થયો છે. અન્ય બીજી ટીમો પણ ઉપલબ્ધ નથી કારણ કે તે પ્રો હોકી લીગ રમી રહી છે.' તેણે કહ્યું, 'હોકી ઈન્ડિયા અને અમારા કોચ વ્યવસ્થા કરી રહ્યાં છે.' ઓલિમ્પિકની તૈયારી માટે મોટી ટીમો સાથે રમવું જરૂરી છે.
INDvsNZ 2nd ODI: વિરાટ બ્રિગેટ માટે ઓકલેન્ડમાં 'કરો યા મરો', ટીમમાં થઈ શકે છે આ ફેરફાર
ઉલ્લેખનીય છે કે આ વાયરસના ચેપને કારણે ચીનમાં ઘણા લોકોના મોત થયા છે તો અન્ય દેશોમાં પણ તેનો ચેપ ફેલાયો છે. ભારત તેના પર નજર રાખી રહ્યું છે, જ્યારે ભારત સરકારે પોતાના 640 વિદ્યાર્થીઓને સમય રહેતા ચીનથી ખાસ વિમાન દ્વારા સ્વદેશ વાપસી કરાવી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube