ટોક્યોઃ ભારતની મહિલા બોક્સર લવલીના બોરગોહેને (69 કિલોગ્રામ) મુકાબલામાં તુર્કીની બોક્સર બુસેનાજ સુરમેનેકીને (Lovlina Borgohain vs Busenaz Surmeneli) સામે રિંગમાં ઉતરી હતી. સેમિફાઇનલમાં ભારતની બોક્સર લવલીનાનો 5-0થી પરાજય થયો છે. આ સાથે તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. લવલીનાનો 0-5થી પરાજય થયો છે. ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ મળ્યો છે. લવલીના બોક્સિંગમાં મેડલ જીતનાર ત્રીજી ભારતીય બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ ચેમ્પિયન સામે લડીને હારી લવલીના
લવલીના બોરગોહેન વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાજ સુરમેનેલી વિરુદ્ધ સેમિફાઇનલ મુકાબલામાં હારી છે. લવલીનાને 0-5થી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે લવલીનાના અભિયાનનો અંત આવી ગયો છે. તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. લવલીના મુકાબલો તો હારી, પરંતુ તેણે વર્લ્ડ ચેમ્પિયન બોક્સરને મજબૂત ટક્કર આપી હતી. 


ભારતના બે રેસલર સેમિફાઇનલમાં, દીપક અને રવિએ આપ્યા સારા સમાચાર


બીજા રાઉન્ડરમાં પણ પાછળ રહી લવલીના
બીજા રાઉન્ડમાં પણ તુર્કીની બોક્સર લવલીના પર ભારે પડી હતી. પાંચેય જજોએ બુસેનાજ સુરમેનેલીને 10-10 પોઈન્ટ આવ્યા, જ્યારે લવલીનાને 8-8 પોઈન્ટ આપ્યા હતા. 


લવલીના પ્રથમ રાઉન્ડ હારી
લવલીના બોરગોહેન પ્રથમ રાઉન્ડમાં હારી હતી. તેને 0-5થી હારનો સામનો કરવો પડ્યો છે. પાંચેય જજોએ બુસેનાજ સુરમેનેલીને 10-10 પોઈન્ટ આવ્યા, જ્યારે લવલીનાને 9-9 પોઈન્ટ આપ્યા હતા. 


ઈતિહાસ રચી દીધો છે. લવલીનાએ સેમિફાઇનલ મુકાબલામાં તુર્કીની વિશ્વ ચેમ્પિયન બોક્સર બુસેનાજ સુરમેનેલીને હરાવી ફાઇનલમાં પહોંચી ગઈ છે. 


ભારતને બોક્સિંગમાં 9 વર્ષ બાદ લવલીનાએ મેડલ અપાવ્યો છે. છેલ્લે 2012 લંડન ઓલિમ્પિકમાં ભારતની બોક્સર મેરી કોમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારતના કોઈ બોક્સરને ઓલિમ્પિકમાં મેડલ મળ્યો નથી.


લવલીના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતી ચુકી છે
લવલીના પણ આ રમતમાં નવી નથી અને તેણે અત્યાર સુધી પોતાના કરિયરમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તુર્કીની બોક્સર 2019 ચેમ્પિયનશિપમાં વિજેતા રહી હતી જ્યારે લવલીનાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube