ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે ખાસ રહેવાનો છે. પહેલા નીરજ ચોપડાએ ભાલા ફેંક ઇવેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરીને સારા સમાચાર આવ્યા તો હવે ભારતના બે રેસલરોએ પણ સારૂ પ્રદર્શન કરતા સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી છે. . 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપક પૂનિયા પણ સેમિફાઇનલમાં પહોંચ્યો
રેસલિંગમાં ભારત માટે આજનો દિવસ ખુબ સારો રહ્યો છે. ભારતનો રેસલર દીપક પૂનિયા 6-3થી જીત હાસિલ કરીને સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ચીનના લીન ઝુશેનને પરાજય આપ્યો છે. 


રવિ કુમાર સેમિફાઇનલમાં
ભારતના રેસલર રવિ કુમારે 57 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગરિયાના જોર્જી લાલેન્ટિનો વાંગેલોવને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિ કુમારે 14-4થી જીત મેળવી છે. 


ભારતના દીપક કુમારની દમદાર જીત
રેસલિંગમાં ઓલિમ્પિકમાં પર્દાપણ કરી રહેલા દીપક પૂનિયાએ પણ સારી શરૂઆત કરી છે. પુરૂષોના ફ્રીસ્ટાઇલ 86 કિલો વર્ગમાં દીપક પૂનિયાએ નાઇજીરિયાના એકરેમેક એગિયોમોરને 12-1થી પરાજય આપ્યો છે. આ સાથે દીપક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. 


રવિ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો
ભારતના રેસલર રવિ કુમારે પુરૂષ ફ્રી સ્ટાઇલ 57 કિલોવર્ગમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેરોસ ઉરબાનો વિરુદ્ધ 13-2થી શાનદાર જીત હાસિલ કરી છે. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 


- મહિલા રેસલર અંશુ મલિકની હાર
પોતાની પ્રથમ ઓલિમ્પિક રમવા મેટ પર ઉતરેલી રેસલર અંશુ મલિકે 7-2થી હારનો સામનો કરવો પડ્યો છે. અંશુ મલિક 57 કિલો કેટેગરીમાં મેટ પર ઉતરી હતી. અંસુને બેલારૂસની ઇરિના કુરાચિકિનાએ પરાજય આપ્યો છે. 


નીરજ ચોપડા ફાઇનલ માટે ક્વોલિફાઇ
એથ્લેટિક્સમાં ભારતીય પુરૂષ ભાલા ફેંક એથ્લીટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ભાલા ફેંક ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવા 83.50 મીટર થ્રો ફેંકવો જરૂરી હતો અને નીરજે પોતાના પ્રથમ પ્રયાસમાં 86.50 મીટરનો થ્રો ફેંકી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. નીરજનો પર્સનલ બેસ્ટ 88.07 મીટરનો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube