બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતના ખાતામાં ત્રીજો મેડલ આવી ગયો છે. ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે 48-51 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. અમિત પંઘાલે ફાઈનલમાં ઈંગ્લેન્ડના બોક્સર કિયારન મેકડોનાલ્ડને હરાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. રવિવારે બોક્સિંગમાં આ ભારતનો બીજો ગોલ્ડ છે. આ પહેલા મહિલા બોક્સર નીતૂ ઘંઘાસે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. અમિત પંઘાલે ઈંગ્લેન્ડના બોક્સરને 5-0થી પરાજય આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની મહિલા બોક્સરને ગોલ્ડ મેડલ
બોક્સિંગમાં 45-48 કિલોગ્રામ વર્ગમાં ભારતની મહિલા બોક્સર નીતૂ ઘાંઘસે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. નીતૂએ ફાઈનલમાં ઈંગ્લેન્ડની ડોક્ટરને પરાજય આપ્યો હતો. નીતૂએ ઈંગ્લેન્ડની મહિલા બોક્સર વિરુદ્ધ 5-0થી જીત મેળવી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube