બર્મિંઘમઃ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શનિવારે મોડી રાત્રે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સ '3-5 વર્ગ'માં ગોલ્ડ મેડલ તો સોનલબેન પટેલે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે અહીં ફાઇનલમાં નાઈજીરિયાની ક્રિસ્ટિયાના ઇકપેયોઈને 12-10, 11-2, 11-9થી પરાજય આપ્યો હતો. આમ ભાવિના અને સોનલ પટેલે દેશની સાથે ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા 34 વર્ષીય સોનલબેન પટેલે બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સૂ બેલીને 11-5, 11-2, 11-3 થી હરાવ્યા હતા. તો પુરૂષ વર્ગમાં ભારતના રાજ અરવિંદન અલાગરે નાઈજીરિયાના ઇસાઉ ઓગુનકુનલે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ખેલાડીને 3-11, 6-11, 9-11થી પરાજય મળ્યો હતો. 


ભારતના ખાતામાં કુલ 40 મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 40 મેડલ આવી ચુક્યા છે. જેમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ભારત મેડલ ટેલીમાં પાંચમાં સ્થાને છે. 


દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
ઓસ્ટ્રેલિયા 59 46 50 155
ઈંગ્લેન્ડ 50 52 46 148
કેનેડા 22 29 22 84
ન્યૂઝીલેન્ડ 17 12 15 44
ભારત 13 11 16 40
નાઈજીરિયા 9 8 13 30
સ્કોટલેન્ડ 8 9 24 41
સાઉથ આફ્રિકા 7 8 11 26
મલેશિયા  6 5 4 15
વેલ્સ 6 4 2 12

આ પણ વાંચોઃ કોમનવેલ્થમાં ભારતીય કુસ્તીબાજોની ધોબી પછાડ ગેમ, એક પછી એક જીત્યા ગોલ્ડ મેડલ


ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓની યાદી-
સંકેત સરગર - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
ગુરુરાજા પૂજારી - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
મીરાબાઈ ચાન - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
બિંદ્યારાણી દેવી - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
જેરેમી લાલરિનુંગા - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
અચિંત શુલી - ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
સુશીલા દેવી - સિલ્વર મેડલ, જુડો
વિજય કુમાર યાદવ - બ્રોન્ઝ મેડલ, જુડો
હરજિન્દર કૌર - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
ભારતીય મહિલા ટીમ - ગોલ્ડ મેડલ, લૉન બૉલ્સ
વિકાસ ઠાકુર - સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
ભારતીય પુરૂષ ટીમ - ગોલ્ડ મેડલ, ટેબલ ટેનિસ
ભારતીય મિશ્ર ટીમ - સિલ્વર મેડલ, બેડમિન્ટન
લવપ્રીત સિંહ - બ્રોન્ઝ મેડલ, વેઈટલિફ્ટિંગ
સૌરવ ઘોષાલ - બ્રોન્ઝ મેડલ, સ્ક્વોશ
તુલિકા માન - સિલ્વર મેડલ, જુડો
ગુરદીપ સિંહ - બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
તેજસ્વિન શંકર - બ્રોન્ઝ મેડલ, લાંબી કૂદ
મુરલી શ્રીશંકર - સિલ્વર મેડલ, લાંબી કૂદ
સુધીર - ગોલ્ડ મેડલ, પેરા પાવરલિફ્ટિંગ
અંશુ મલિક - સિલ્વર મેડલ, કુસ્તી
બજરંગ પુનિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
સાક્ષી મલિક - ગોલ્ડ મેડલ, કુસ્તી
દીપક પુનિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
દિવ્યા કકરાન - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
મોહિત ગ્રેવાલ - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
પ્રિયંકા ગોસ્વામી - સિલ્વર મેડલ, રેસ વોક
અવિનાશ સાબલે - સિલ્વર મેડલ, સ્ટીપલચેઝ
ભારતીય પુરુષ ટીમ - સિલ્વર મેડલ, લૉન બાઉલ
જાસ્મીન લેમ્બોરિયા - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
પૂજા ગેહલોત - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
રવિ કુમાર દહિયા - ગોલ્ડ મેડલ, કુસ્તી
વિનેશ ફોગાટ - ગોલ્ડ મેડલ, કુસ્તી
નવીન - ગોલ્ડ મેડલ, કુસ્તી
પૂજા સિહાગ - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
મોહમ્મદ હુસામુદ્દીન - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
દીપક નેહરા - બ્રોન્ઝ મેડલ, કુસ્તી
રોહિત ટોકસ - બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
સોનલબેન પટેલ - બ્રોન્ઝ મેડલ, પેરા ટેબલ ટેનિસ
ભાવના પટેલ - ગોલ્ડ મેડલ, પેરા ટેબલ ટેનિસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube