જકાર્તાઃ તમિલનાડુના 21 વર્ષના એથલીટ ધરૂણ અય્યાસામીએ પુરૂષોની 400 મીટર વિઘ્ન દોડ સ્પર્ધાના ફાઇનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સિલ્વર મેડલ કબજે કર્યો છે. ધરૂણે 48.96 સેકન્ડનો સમય લીધો અને બીજુ સ્થાન હાસિલ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના સંતોષ કુમાર તમિલારસને 49.66 સેકન્ડનો સમય લેતા પાંચમું સ્થાન હાસિલ કર્યું છે. ગોલ્ડ મેડલ કતરના અબ્દેરરહમાન સાંબાએ કબજે કર્યો છે, જ્યારે જાપાનના તાકાતોશી અબેને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. અબ્દેરરહમાને 47.66 અને તાકાતોશીએ 49.12 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. 


આ સાથે 18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. જેમાં 7 ગોલ્ડ, 11 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ છે. ભારત મેડલ ટેલીમાં 9મા સ્થાન પર છે. 


સ્ટીપલચેઝમાં સુધા સિંહને સિલ્વર મેડલ
ભારતની મહિલા દોડવીર સુધા સિંહને મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ સ્પર્ધાના ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. સુધાએ નવ મિનિટ 40.03 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને બીજું સ્થાન મેળવ્યું હતું. 


2010ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સુધા એક સમયે ગોલ્ડની દોડમાં હતી પરંતુ બહરીનની વિનફ્રેડ યાવીથી પાછળ રહી ગઈ. વિનફ્રેડે નવ મિનિટ 36.52 સેકન્ડનો સમય લેતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ વિયતનામની થિ ઓન્હ ગુયેનને મળ્યો હતો. જેણે 43.83 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. 

હોકી ટીમ સેમીમાં
કેપ્ટન રાની રામપાલની હેટ્રિકની મદદથી ભારતીય મહિલા ટીમે 18મી એશિયન ગેમ્સમાં સોમવારે પોતાની અંતિમ ગ્રુપ મેચ જીતી લીધી હતી. ભારતીય મહિલા ટીમે અંતિમ ગ્રુપ-બી મેચમાં થાઇલેન્ડને 5-0થી પરાજય આપ્યો હતો. ટીમે પોતાની ત્રીજી મેચ જીતીને સેમીમાં પ્રવેશ કરી લીધો છે. 


બેડમિન્ટનમાં સાયનાને બ્રોન્ઝ
ઇંડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયાઇ રમતોમાં સોમવારે ભારતની અગ્રણી મહિલા બેંડમિંટન ખેલાડી સાયના નેહવાલને મહિલા સિંગલની સેમીફાઇનલના મુકાબલામાં હાર મળી છે. આ હારના લીધે તે ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. જોકે તેમણે કાંસ્ય પદક પ્રાપ્ત થયો છે. સાયનાનો એશિયાઇ રમતોમાં આ પ્રથમ પદક છે. આ સ્પર્ધાની બીજી સેમીફાઇનલમાં પીવી સીંધુને બીજી સેમીફાઇન રમવાની છે.