World Test Championship Final માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાડેજાની વાપસી; પંડ્યા-કુલદીપની છૂટ્ટી
BCCI ની સીનિયર પસંદગી સમિતિએ શુક્રવારે આ વર્ષે જૂનમાં યોજાનારી World Test Championship Final માટે ભારતની ટેસ્ટ ટીમની ઘોષણા કરી છે. પસંદગી સમિતિએ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ એક ટેસ્ટ ટીમની પસંદગી કરી છે
નવી દિલ્હી: BCCI ની સીનિયર પસંદગી સમિતિએ શુક્રવારે આ વર્ષે જૂનમાં યોજાનારી World Test Championship Final માટે ભારતની ટેસ્ટ ટીમની ઘોષણા કરી છે. પસંદગી સમિતિએ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ એક ટેસ્ટ ટીમની પસંદગી કરી છે. જૂનમાં World Test Championship Final બાદ ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ સિરીઝ રમવાની છે.
ક્યારે યોજાશે World Test Championship ફાઇનલ?
World Test Championship ની ફાઇનલ સાઉથેમ્પ્ટનમાં 18 થી 22 જૂન દરમિયાન યોજાશે અને ત્યારબાદ 5 મેચોની ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી રમાશે. ભારતની 20 સભ્યોની ટેસ્ટ ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વાપસી કરી છે. તે જ સમયે, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ ગયા.
રવિન્દ્ર જાડેજાની થઈ વાપસી
ફિટનેસ સમસ્યાઓને પાર કરી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને બેટ્સમેન હનુમા વિહારીએ આગામી મહિને ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીની ભારતની 20 સભ્યોની ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube