મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી20 સિરીઝ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. તો કેટલાક ખેલાડીને પડતા મુકવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેતેશ્વર પુજારા બહાર
ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લાં કેટલાક સમયથી ચેતેશ્વર પુજારાનું સતત ખરાબ ફોર્મ જોવા મળી રહ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પણ પુજારા બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો. ત્યારથી ટીમમાં તેના સ્થાનને લઈને સવાલ ઉઠી રહ્યાં હતા. ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચુકેલ ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટર પુજારા છેલ્લાં બે-ત્રણ વર્ષમાં માત્ર એક સદી ફટકારી શક્યો છે. તે છેલ્લી કેટલીક સિરીઝમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ તેના સ્થાને યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. એટલે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પુજારાને બહાર કરવામાં આવ્યો છે. 


વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જાયસવાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube