ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી આ મહિલા સાથે કરવા માંગતા હતા ડિનર, પણ...
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે પોતાના મનની વાત કહે છે સવાલ- જવાબ દરમિયાન કોહલીએ જણાવ્યું કે હું આ મહિલા સાથે એક વાર ડિનર પર જવા માગતો હતો.
હાલના સમયમાં ટીમ ઈન્ડિયા વન-ડે અને ટી-20માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યારે ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં પોતાના ફોર્મ પરત ફર્યો છે. કોહલીએ બહુ ઓછા સમયમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અન્ય બેટ્સમેનો માટે તેમને તોડવું ખૂબ મુશ્કેલ હશે.
વિરાટ કોહલીને છે આ વાતનો અફસોસ
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં તેના પૂછવામાં આવ્યુ હતું કે તે કઈ મહિલા સાથે ડિનર પર જવા માગે છે. તેના જવાબમાં તેને કહ્યું કે હું ક્યારે પણ લતાજીને નથી મળી શક્યો. જેનો મને હંમેશા પસ્તાવો રહેશે. હું તેમની સાથે બેસીને વાતો કરવી તે મારી માટે યાદગાર બની જતી. હું તેમની સાથે બેસીને તેમના જીવન વિશે વાત કરવાની ઈચ્છા હતી.
અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા માટે આવશે PM MODI, આ દેશના PMને પણ અપાયું આમંત્રણ
પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશીના સમાચાર, આ સ્ટાર ઓલરાઉન્ડર થયો ફિટ
પીએમ મોદીના ગુરુના સ્થાનક પર જઈ કોહલી ધ્યાનમાં બેઠો, બધુ સારું ચાલે છે તોય કેમ આવું?
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો લતાજીનો જન્મ
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં થયો હતો. તેઓ મૂળ મરાઠી પરિવારના હતા. તેમના પિતાનું નામ દીનાનાથ મંગેશકર. તેઓ જાણીતા થિયેટર કલાકાર અને સંગીત નિષ્ણાત હતા. દીનાનાથ મંગેશકરનો પરિવાર મૂળ ગોવાના મંગેશી ગામનો હતો. કામના કારણે તેઓ મુંબઈ શિફ્ટ થયો હતો. લતાજીનું 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube