નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઘરેલૂ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને માત આપ્યા બાદ હવે દક્ષિણ આફ્રિકા (India tour of South Africa) નો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા યજમાન ટીમની સાથે 3 ટેસ્ટ અને 3 વનડે મેચોની સિરીઝ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સોમવારે ભારત વિરુદ્ધ ઘરેલૂ સિરીઝનો અપડેટ કાર્યક્રમ જાહેર કર્યો છે. ભારતે પહેલા આ પ્રવાસ પર ટી20 સિરીઝ પણ રમવાની હતી પરંતુ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન ફેલાયા બાદ આ સિરીઝને સ્થગિત કરી દેવામાં આવી. આ સિવાય પ્રવાસને એક સપ્તાહ ટાળી દેવામાં આવ્યો છે. 


ક્રિકેટ સાઉથ આફ્રિકા તરફથી નવા કાર્યક્રમ પ્રમાણે બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન 26 ડિસેમ્બરથી થશે. સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી ટેસ્ટ જોહનિસબર્ગના વાન્ડર્સમાં રમાશે. 


સિરીઝની બીજી ટેસ્ટ 3થી 7 જાન્યુઆરી 2022 સુધી રમાશે તો ત્રીજી અને અંતિમ ટેસ્ટ 11થી 15 જાન્યુઆરી વચ્ચે રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝનું આયોજન 19થી 23 જાન્યુઆરી વચ્ચે થશે. સિરીઝની પ્રથમ બે વનડે પાર્લમાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે કેપટાઉનમાં રમાશે. 


આ પણ વાંચોઃ ટી20 બાદ હવે વનડેમાં જશે વિરાટ કોહલીની ખુરશી? રોહિત શર્મા છે ફ્રંટ રનર


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ નીચે મુજબ છે:-


પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન, સમય-1.30 PM (ભારતીય સમય)


બીજી ટેસ્ટ- જાન્યુઆરી 03-07, જોહાનિસબર્ગ, સમય-1.30 કલાક (ભારતીય સમય)


ત્રીજી ટેસ્ટ- 11-15 જાન્યુઆરી, કેપ ટાઉન, સમય-2.00 PM (ભારતીય સમય)


ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીનું શેડ્યૂલ


1લી ODI - 19 જાન્યુઆરી, પાર્લ, સમય - 2.00 PM


2જી ODI - 21 જાન્યુઆરી, પાર્લ, સમય - બપોરે 2.00 વાગ્યે


ત્રીજી ODI - 23 જાન્યુઆરી, કેપટાઉન, સમય - બપોરે 2.00 કલાકે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube