INDvs ENG T20 : મેચ બાદ વિરાટ કોહલીએ કર્યો આગળની રણનીતિનો ખુલાસો
ભારત અને ઇગ્લેંડ વચ્ચે યોજાયેલી ટી-20 સીરીઝની અંતિમ મેચમાં ટીમ ઇન્ડીયાએ જીત પ્રાપ્ત કરી 2-1થી સીરીઝ જીતી લીધી. આ મેચમાં ઇગ્લેંડના 198 રનોના પડકારના જવાબમાં ટીમ ઇન્ડીયા દ્વારા રોહિત શર્માએ શાનદાર સદી ફટાકારતા પોતાની ટીમને જીત અપાવી હતી.
બ્રિસ્ટલ: ભારત અને ઇગ્લેંડ વચ્ચે યોજાયેલી ટી-20 સીરીઝની અંતિમ મેચમાં ટીમ ઇન્ડીયાએ જીત પ્રાપ્ત કરી 2-1થી સીરીઝ જીતી લીધી. આ મેચમાં ઇગ્લેંડના 198 રનોના પડકારના જવાબમાં ટીમ ઇન્ડીયા દ્વારા રોહિત શર્માએ શાનદાર સદી ફટાકારતા પોતાની ટીમને જીત અપાવી હતી. ટીમની જીતમાં રોહિતની સદી ઉપરાંત હાર્દિકનું બેવડું પ્રદર્શન અને ટીમના કેપ્ટન વિરાટ કોહલીના શાનદાર 43 રનોની ઇનિંગનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. હાર્દિકે પહેલી બોલીંગમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી ત્યારબાદ 14 બોલમાં 33 રનોની શાનદાર ઇનિંગ રમી.
મેચ બાદ ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ''બોલરોની વાપસી શાનદાર રહી. એક સમયે લાગી રહ્યું હતું કે તે 225 અથવા 230 રન બોર્ડ પર લગાવી દેશે જે કઠિન હોત. પરંતુ જે પ્રકારે અમારા બોલરોએ પ્રદર્શન કર્યું, તેના પર અમને ગર્વ છે. અમે યોગ્ય એરિયામાં બોલ મારી શક્યા જેથી અંતિમ 10 ઓવરમાં. અમારી પાસે વિકેટ લેનાર બોલરની ક્ષમતા પણ છે. અમે બેટ્સમેનો પર યોગ્ય દબાણ બનાવ્યું અને મેચ છીનવી લીધી. 25-30 રનનું અંતર આ શૃંખલામાં મોટું થઇ જાય છે.
VIDEO: મેજિક સિંહનું જાદૂ જોઇને જ્યારે સચિન પણ થઇ ગયો શોક
વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની પ્રશંસા કરી
હાર્દિક પટેલ શાનદાર ઓલરાઉન્ડર છે. તે પોતાની બોલ અને બેટની ક્ષમતાથી ખૂબ કોન્ફિડેંટ છે. તે તેમાં નિશ્વિત હોય છે તે કરવા માંગે છે. પહેલી ઓવરમાં સિક્સર ખાધા બાદ બોલર સાથે જે પ્રકારે વિકેટ લીધી, તેમનું ઓલરાઉન્ડર પ્રદર્શન રહ્યું. ઇમાનદારીથી કહું તો બોલરો માટે મુશ્કેલ હતું. પિચ ખૂબ સપાટ હતી. બેટ્સમેન તરીકે અમને ખૂબ મજા આવી. તેમણે 200 રન બનાવ્યા અએન અમે ત્યાં પહોંચીગ અયા અને અમારી પાસે કોઇ ઘણા બોલ પણ બાકી રહ્યા. એમ કહેવું યોગ્ય નથી કે વધુ એક બોલર સાથે રમ્યા હોત તો સારું રહેતું, અમારા છોકરા ખૂબ સારું રમ્યા. અમે આ પ્રકારે ચાલુ રાખીશું અને પ્રયોગ કરતા રહીશું. મેદાન પર અમારી ઉર્જા અને દ્વષ્ટિકોણ સારો હતો. પ્રવાસની શરૂઆતમાં સીરીઝ જીતવી સારો અહેસાસ હતો.
દીપા કરમાકરે રચ્યો ઇતિહાસ, જિમ્નાસ્ટિક્સ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય
અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચમાં બંને ટીમોએ પ્રથમ 15 ઓવરમાં 150 રન બોર્ડ પર લગાવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી. પરંતુ ટીમ ઇન્ડીયાના બોલરોએ અંતિમ 5 ઓવરોમાં શાનદાર બોલીંગ કરી જેથી મેચનું પરિણામ અલગ રહ્યું. અંતિમ ત્રણ ઓવરમાં ભારતે જ્યાં 23 રન બનાવ્યા તો બીજી તરફ અંતિમ ઓવરમાં ઇગ્લેંડે ફક્ત 7 રન બનાવી શકી. આ ઓવરમાં બે વિકેટ ગુમાવી જેમાં અંતિમ બોલ પર રન આઉટ પણ સામેલ હતા.
આ સીરીઝમાં ટીમ ઇન્ડીયાએ પહેલી મેચમાં 8 વિકેટ સાથે જીત પ્રાપ્ત કરી હતી ત્યારબાદ ઇગ્લેંડે વાપસી કરતાં બીજી મેચમાં 5 વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. આ પ્રકારે સીરીઝની આ મેચ ફાઇનલની માફક રમવામાં આવી.