નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ભારતે પોતાના અભિયાનની શરૂઆત બુધવાર (5 જૂન)એ કરી છે. આફ્રિકાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ તેનો ફાયદો ઉઠાવતા આફ્રિકાને 50 ઓવરમાં 9 વિકેટે 227 રન પર રોકી દીધું હતું. આ મેચમાં સ્પિનર યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે એક રેકોર્ડ પણ બનાવી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પોતાનો પ્રથમ વિશ્વકપ રમી રહ્યો છે. તેણે આ મેચમાં 10 ઓવરના સ્પેલમાં 51 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ કોઈપણ ભારતીયનું વિશ્વકપ પર્દાપણ મેચમાં સૌથી શાનદાર પ્રદર્શન છે. આ રેકોર્ડ મોહમ્મદ શમીના નામે છે. શમીએ 2015ના વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ચાર વિકેટ ઝડપી હતી. પરંતુ ત્યારે તેણે માત્ર 35 રન આપ્યા હતા. આ રીતે તેનું પ્રદર્શન ચહલ કરતા સારૂ હતું. 



યુજવેન્દ્ર ચહલે આ મેચમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે એવો પ્રથમ ભારતીય બની ગયો છે, જેણે આફ્રિકા વિરુદ્ધ ચાર વિકેટ ઝડપી છે. તેણે આ મેચમાં ફાફ ડુ પ્લેસિસ, વાન ડર ડુસેનને બોલ્ડ કર્યો હતો. ડેવિડ મિલરને કોટ એન્ડ બોલ્ડ અને ફેહલુકવાયોને સ્ટમ્પિંગ કરાવ્યો હતો.