બેંગલુરૂ : અફઘાનિસ્તાન વિરૂધ્ધ ગુરૂવારથી શરૂ થયેલી એક ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરતાં મજબૂત શરૂઆત કરી છે. ઓપનર બેટસમેન શિખર ધવને તોફાની બેટીંગ કરતાં ભારત મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવને તોફાની બેટીંગ કરતાં મેચમાં 26 ઓવરમાં જ પોતાના કેરિયરની સાતમી સદી ફટકારી હતી. ઝડપી બેટીંગ કરતાં શિખર ધવને 20 ઓવરમાં જ ભારતનો સ્કોર 100 રનની પાર કરી દીધો હતો. 26મી ઓવરમાં શિખરે રાશિદ ખાનની ઓવરમાં ચોક્કા સાથે પોતાની સદી પૂરી કરી હતી સાથોસાથ ટીમ ઇન્ડિયાનો સ્કોર 150 રનને પાર થઇ ગયો હતો. 


રિવ્યૂ ન લેતાં શિખરને મળ્યું જીવતદાન
મેચની દસમી ઓવરમાં શિખર ધવનને એક જીવતદાન મળ્યું છે. મોહમ્મદ નબીનો બોલ રમવા જતાં શિખર બીટ થયો હતો. બોલ ટર્ન થતાં શિખર સમજી શક્યો ન હતો અને બોલ બેટની ધારને અડીને સીધો વિકેટકિપરના હાથમાં આવ્યો હતો. વિકેટકિપર મોહમ્મદ શહજાદ ખુશીથી ઉછળી પડ્યો હતો જોકે એમ્પાયરે શિખરને આઉટ આપ્યો ન હતો. જોકે કેપ્ટન અસગર સ્ટાનિકજાઇએ ખેલાડીઓ સાથે ચર્ચા કર્યા બાદ પણ રિવ્યૂ ન લેતાં શિખરને જાણે જીવતદાન મળ્યું હતું.


ભારત : અજિંક્ય રહાણે (કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, દિનેશ કાર્તિક (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ


અફઘાનિસ્તાન : અસગર સ્ટાનિકજાઇ (કેપ્ટન), અફસર જલાલ, હસ્તામુલ્લાહ શાહિદી, જાવેદ અહમદી, મોહમ્મદ નબી, મોહમ્મદ શહજાદ (વિકેટકિપર), મુજીબ ઉર રહેમાન, રહમત શાહ, રાશિદ ખાન, વફાદાર અને યામિન અમહદજાઇ