સિડનીઃ કોઈની પ્રશંસા કરવા માટે કંજૂસી જામે જાણીતા ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ઇયાન ચેપલે હાલની સિરીઝમાં રનના ઢગલા કરનાર ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને વિરાટ કોહલીના સામ્રાજ્યનો સૌથી અણમોલ રત્ન ગણાવ્યો છે. પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સિરીઝમાં ત્રણ સદી ફટકારી છે જેણે ભારતના પ્રભુત્વને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેપલે વેબસાઇટ ક્રિકઈન્ફો માટે એક કોલમમાં લખ્યું, પૂજારાએ પોતાના દમ પર ઓસ્ટ્રેલિયન બોલરોને થકાવવાની સાથે ટીમના ખેલાડીઓને તેની વિરુદ્ધ આક્રમક થવાની તક આપી. તેણે કહ્યું, કોહલી ભારતીય ક્રિકેટનો બાદશાહ હશે પરંતુ પૂજારાએ સાબિત કર્યું કે, તે તેના સામ્રાજ્યનો વફાદાર સહયોગી અને અણમોલ રતન છે. ભારતીય ટીમ માટે આ સિરીઝમાં ઘણી સારી વસ્તું રહી છે જેમાં જીત સિવાય પૂજારાની રક્ષાત્મક રમત પણ સામેલ છે. 

સિડની ટેસ્ટ લાઇવ અપડેટ્સ


ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર સિરીઝ જીતવાની ખૂબ નજીક છે. ચેપલે કહ્યું, સિરીઝમાં ત્રણ સદી ફટકારવાની સાથે તે પોતાના દેશના મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરની શ્રેણીમાં સામેલ થઈ ગયો, જેણે 1977/78મા આવી સિદ્ધિ મેળવી હતી. 7 ઈનિંગમાં 521 રન બનાવવા દરમિયાન તે 1867 મિનિટ ક્રીઝ પર રહ્યો અને તેણે 1258 ગોલનો સામનો કર્યો છે. 


ચેપલે કહ્યું કે, સિરીઝ શરૂ થયા પહેલા યજમાન ટીમનું સંપૂર્ણ ધ્યાન કોહલીને આઉટ કરવા પર હતું, જેણે પૂજારાનું કામ સરળ કરી દીધું હતું. તેમણે કહ્યું, ઓસ્ટ્રેલિયન ટીમનું ધ્યાન કોહલી પર હતું પરંતુ પૂજારાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ભારતના ઓસ્ટ્રેલિયામાં પ્રથમ શ્રેણી વિજય સિવાય મુખ્ય શ્રેણીના બોલરોના આક્રમણને સંપૂર્ણ રીતે હતાશ કર્યું હતું. 

છેત્રીએ મેસીને પછાડ્યો, બન્યો બીજો સૌથી સફળ આંતરરાષ્ટ્રીય એક્ટિવ ફુટબોલર


ચેપલ યુવા ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતથી પણ પ્રભાવિત જોવા મળ્યા જેણે ચોથી ટેસ્ટમાં 159 રન ફટકાર્યા હતા. તેમણે કહ્યું, રિષભે બેટથી શાનદાર કૌશલ્ય દર્શાવ્યું હતું. તેના અનુશાસનમાં કમી હતી પરંતુ મેલબોર્ન ટેસ્ટમાં તેના વલણમાં બદલાવ આવ્યો અને સિડનીમાં જ્યારે કોહલીએ ઈનિંગ ડિકલેર કરી, ત્યારે તેનામાં ઘણો સુધારો થઈ ગયો હતો.