બેંગલુરૂઃ ટીમ ઈન્ડિયા આજે બેંગલુરૂમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની બીજી અને અંતિમ ટી20 મેચમાં ઉતરશે. આ મેચમાં ભારતની નજર સિરીઝનો અંત બરાબરી સાથે કરવા પર હશે. તો કાંગારૂ ટીમ શ્રેણી પોતાના કબજામાં લેવા પ્રયત્ન કરશે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ. ચિન્નાસ્વામીની પિચ પર છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2017માં રમાઈ હતી, જેમાં ભારતે 202/6 રન બનાવ્યા બાદ ઈંગ્લેન્ડને 75 રને પરાજય આપ્યો હતો. આ મેદાન પર ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટક્કર હશે. 


મેચ સાથે જોડાયેલી જાણકારી 


IND vs AUS : બીજી T-20 મેચ ક્યારે રમાશે?


આ મેચ બુધવાર (27 ફેબ્રુઆરી)એ રમાશે. 


IND vs AUS : બીજી ટી20 મેચ ક્યાં રમાશે?


આ મેચ બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 


IND vs AUS : બીજી T-20 મેચ ક્યા સમયે શરૂ થશે?


આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.00 કલાકે શરૂ થશે. ટોસ 6.30 કલાકે કરવામાં આવશે. 


IND vs AUS : બીજી T-20 મેચ કઈ ચેનલ પર જોઈ શકાશે. 


આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports 1/HD) પર જોઈ શકાશે. 


IND vs AUS T20I: બેંગલુરૂમાં શ્રેણી સરભર કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા


ટીમ આ પ્રકારે છે..
ભારતઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની, ક્રુણાલ પંડ્યા, વિજય શંકર, ચહલ, બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડેય. 


ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ડાર્સી શોર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પીટર હૈંડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા.