INDvsAUS પ્રથમ ટી20: BCCIએ જાહેર કરી અંતિમ-12 ખેલાડીઓની યાદી, જાણો કોને મળી તક
ટીમ ઈન્ડિયાએ પોતાની તૈયારીને અંતિમ રૂપ આપી દીધું છે. ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચોની ટી20 શ્રેણીનો પ્રથમ મેચ બુધવારે બ્રિસ્બેનમાં રમાશે.
બ્રિસ્બેનઃ યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયા પોતાના પ્રવાસની શરૂઆત ટી20 શ્રેણી સાથે કરી રહી છે. ત્રણ મેચોની શ્રેણીનો પ્રથમ મુકાબલો બુધવારે બ્રિસ્બેનમાં રમાશે. વિરાટ બ્રિગેડે પોતાની તૈયારીને અંતિમ રૂપ આપી દીધું છે. બંન્ને કેપ્ટન (વિરાટ કોહલી અને એરોન ફિન્ચ) ટ્રી20 ટ્રોફીનું અનાવરણ કરી ચુક્યા છે.
આ વચ્ચે ભારતીય ટીમે બ્રિસ્બેન ટી20 માટે પોતાના 12 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, રિષભ પંચ, દિનેશ કાર્તિક, ક્રુણાલ પંડ્યા, કુલપીદ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, યુજવેન્દ્ર ચહલ.
ટી-20નો કાર્યક્રમ
પ્રથમ ટી-20: ભારત vs ઓસ્ટ્રેલિયા
21 નવેમ્બર 2018, 1:20 pm (ભારતીય સમયાનુસાર), બ્રિસ્બેન
બીજી ટી20: ભારત vs ઓસ્ટ્રેલિયા
23 નવેમ્બર 2018, 1:20 pm (ભારતીય સમયાનુસાર), મેલબોર્ન
25 નવેમ્બર 2018, 1:20 pm (ભારતીય સમયાનુસાર), સિડની