નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)વચ્ચે બુધવાર બીજી ટી20 મેચ રમાવાની છે. આ મેચ સાંજે 7 કલાકે શરૂ થશે. આ મેચ બે કારણે મહત્વની છે. પ્રથમ ભારત બે મેચોની સિરીઝની પ્રથમ મેચ ગુમાવી ચુક્યું છે. તેવામાં ભારતે સિરીઝ બચાવવા માટે આ મેચ જીતવી પડશે. બીજું આ મેચ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ મેચ પણ હોઈ શકે છે. આ કારણે મેચ પર તમામ ક્રિકેટપ્રેમીઓની નજર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 ફેબ્રુઆરીએ પ્રથમ ટી20 મેચ રમાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભારતની ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ પહેલા અંતિમ ટી20 મેચ છે. વિશ્વકપ 30 મેથી શરૂ થશે અને ફાઇનલ 14 જુલાઈએ રમાશે. તેવામાં તે નક્કી છે કે ભારત બુધવાર (27 ફેબ્રુઆરી) બાદ આગામી 6 મહિના સુધી ટી20 મેચ રમશે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે ધોની જુલાઈમાં વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે. જો આમ હોય તો 27 ફેબ્રુઆરીનો મેચ તેના કરિયરની છેલ્લી ટી20 મેચ થઈ જશે. 


તે પણ માની લેવામાં આવે કે એમએસ ધોની વિશ્વકપ બાદ સંન્યાસ લેશે નહીં. ત્યારે પણ તેની સંભાવના ઓછી છે કે, તેને ફરી ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવે. આ તર્કનો સ્વીકાર કરવા માટે તમારે ચાર મહિના પહેલાના એમએસકે પ્રસાદના નિવેદનને યાદ કરવું પડશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 


તે સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમમાં એમએસ ધોનીને સામેલ ન કરવામાં આવ્યો હતો. ત્યારે મુખ્ય પસંદગીકાર અને ટીમ મેનેજમેન્ટ તરફથી તે સંકેત આપવામાં આવ્યો કે 2020માં ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ યોજાવાનો છે. ધોનીની તે વિશ્વકપમાં રમવાની સંભાવના ઓછી છે. તેથી ટીમમાં બે વિકેટકીપર પસંદ કરવામાં આવ્યા રિષભ પંત અને દિને કાર્તિક. જો ધોનીને ચાર મહિના પહેલા તે આધાર પર પસંદ ન કરાયો તો હવે તે વાતની સંભાવના ઓછી છે. 


આમ તો ભારતીય ટીમમાં જો કોઈ જગ્યા માટે બેથી વધુ સારા વિકલ્પ છે તો તે માત્ર વિકેટકીપર છે. એમએસ ધોનીને માત્ર અનુભવના આધાર પર બાકી બે વિકેટકીપરો પર પ્રાથમિકતા મળે છે. તે જુલાઈમાં 38 વર્ષનો થઈ જશે. તેની બેટિંગ ટી20 ક્રિકેટ પ્રમાણે નબળી પડી ગઈ છે. તેવામાં તે માનીને ચાલો કે ધોનીને વિશ્વકપ બાદ ટી20માં સ્થાન મળશે નહીં.