સિડનીઃ ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ચાલે રહેલા પ્રેક્ટિસ મેચ દરમિયાન ઘૂંટીમાં ઈજા થતા પૃથ્વી શો પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. શો ગુરૂવારે ફીલ્ડિંગ કરવા દરમિયાન બાઉન્ડ્રીની પાસે કેચ પકડવાના પ્રયાસમાં તેનો પગ બેવડો વળી ગયો અને તે દુખાવાને કારણે પડી ગયો હતો. ત્યારબાદ બે લોકોની મદદથી તેને ગ્રાઉન્ડમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો. શોનો સ્કેન કરાવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, તે પ્રથમ ટેસ્ટમાં રમશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ આપી જાણકારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે એક અખબારી યાદીના માધ્યમથી આ જાણકારી આપી હતી. બીસીસીઆઈએ કહ્યું, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન વિરુદ્ધ સિડનીમાં ચાલી રહેલા એક ચાર દિવસીય પ્રેક્સિસ મેચમાં કેચ ઝડપવા દરમિયાન શોને ઈજા થઈ હતી. બોર્ડે કર્યું, શુક્રવારે સવારે શોની ઈજાનો રિપોર્ટ આવ્યો અને તે એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે નહીં. 



હવે પ્રેક્ટિસ મેચની બીજી ઈનિંગમાં શોની ગેરહાજરીને કારણે રાહુલ અને મુરલી વિજય પ્રથમ ટેસ્ટમાં ભારત માટે ઈનિંગની શરૂઆત કરશે. બીસીસીઆઈએ શોના વિકલ્પની જાહેરાત કરી નથી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુરલી વિજય અને રાહુલ પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરશે. શાનદાર ફોર્મમાં રહેલ શો પ્રથમ ટેસ્ટમાંથી આઉટ થતા ભારતને ફટકો પડ્યો છે. 



આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 358 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઈલેવને 6 વિકેટ ગુમાવીને 356 રન બનાવી લીધા છે.