નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. પ્રથમ ટેસ્ટમાં આર અશ્વિનને સામેલ કરવાને કારણે રવિન્દ્ર જાડેજાએ પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર બેવસુ પડ્યું હતું અને પછી પર્થ ટેસ્ટમાં અશ્વિન ઈજાગ્રસ્ત હોવા છતાં તેને ટીમમાં સ્થાન ન મળ્યું. હવે હેડ કોચ રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો કે, જાડેજા ઓસ્ટ્રેલિયા આવતા પહેલા સંપૂર્ણ રીતે ફીટ ન હતો અને આ કારણ છે કે, પર્થ ટેસ્ટમાં તેને તક ન આપવામાં આવી. એટલું જ નહીં ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે અને જાડેજા તે માટે પૂર્ણ રીતે ફીટ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિન્દ્ર જાડેજાના ખભામાં સમસ્યા છે અને આ કારણે તેને તક મળી રહી નથી. હવે સવાલ થાય કે જો જાડેજા 100 ટકા ફીટ ન હતો તો, તેને 13 સભ્યોની ટીમમાં કેમ સ્થાન આપવામાં આવ્યું. પર્થ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવન કોમ્બિનેશનને લઈને કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી આલોચકોના નિશાના પર છે. ટીમ મેનેજમેન્ટે આ નિર્ણયનો બચાવ કરતા શાસ્ત્રીએ કહ્યું, જ્યારે તમે દૂર હોય ત્યારે તમારે આલોચના કરવી સરળ રહે છે. ઓસ્ટ્રેલિયામાં આવવાના ચાર દિવસ પહેલા ખભામાં ચુસ્તતાને કારણે જાડેજાએ ઇંજેક્શન લીધું હતું. આ ઇંજેક્શનની અસર દેખાડવામાં સમય લાગે છે. હું જો પાર્થ ટેસ્ટની વાત કરૂ તો તે સમયે જાડેજા 70-80 ટકા ફીટ હતો. અમે પર્થમાં જોખમ લેવા ઈચ્છતા ન હતા. મેલબોર્નમાં જો તે 80 ટકા ફીટ હશે તો રમશે. 


શાસ્ત્રીએ આલોચકોને આપ્યો કરારો જવાબ


તેમણે કહ્યું, જ્યારે તે ઓસ્ટ્રેલિયા આવી રહ્યો હતો ત્યારે તેને ખભામાં ચુસ્તતા હતી. ડોમેસ્ટિક ક્રિકેટ રમતા સમયે પણ તેને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તેણે જે ઇંજેક્શન લીધું તેને સેટલ ડાઉન થવામાં જે સમય લાગ્યો તે અમે વિચાર્યો તેના કરતા વધુ હતો. અમે આ મામલે જોખમ લેવા ઈચ્છતા નહતા. હવે તે જોવાનું રહેશે કે મેલબોર્નમાં જાડેજા ફીટ થાય તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે છે કે નહીં. 


પર્થની પિચ રેટિંગને લઈને સચિનનું મહત્વનું નિદેવન