AUS vs IND- `પર્થની પિચ એવરેજ`, સચિન તેંડુલકરે ICCની આલોચના કરી
પિચને લઈને આઈસીસીના નિર્ણય પર સચિન તેંડુલકરે પોતાના ટ્વીટમાં લખ્યું- પિચની મહત્વની ભૂમિકા હોય છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં. ટેસ્ટ ક્રિકેટને ફરીથી સ્થાપિત કરવા અને તેને રોમાંચક બનાવવા માટે અમે ઈચ્છીએ કે પર્થ જેવી પિચ બનાવવી જોઈએ.
નવી દિલ્હીઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પર્થ સ્ટેડિયમને પિચને 'એવરેજ' રેટિંગ આપવા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આલોચના કરી છે. મહત્વનું છે કે, મેચ રેફરી રંજન મદુગલેએ પર્થની પિચ, જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ રમાઇને એવરેજ ગણાવી હતી, જે ટેસ્ટ મેદાનોની પિચ અને આઉટફીલ્ડ માટે સૌથી ખરાબ રેટિંગ છે. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ભારતને 146 રને હરાવીને સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી હતી.
પિચને લઈને આઈસીસીના નિર્ણય પર સચિન તેંડુલકરે પોતાના ટ્વીટમાં લખ્યું- પિચની મહત્વની ભૂમિકા હોય છે.. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં. ટેસ્ટ ક્રિકેટને ફરીથી સ્થાપિત કરવા અને ચેને રોમાંચક બનાવવા માટે પર્થ જેવી વધુ પિચ બનાવવામાં આવે, જેમાં બેટ્સમેન અને બોલર બંન્નેના ખેલ કૌશલ્યની પરીક્ષા થઈ શકે. તે પિચ (પર્થ)ને એવરેજ કરવાનો કોઈ અર્થ નથી.
આ પહેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટરો મિશેલ જોનસન અને માઇકલ વોને પણ આઈસીસીની આલોચના કરી હતી. જોનસને ટ્વીટર પર લખ્યું હતું, પિચમાં કોઈ ખરાબી ન હતી. બેટ અને બોલ વચ્ચે જંગ જોઈને સારૂ લાગ્યું. સામાન્ય રીતે બેજાન સપાટ પિચો જોવા મળે છે. હું જાણું છું કે, સારી પિચ કઈ શું હોય છે. આશા છે કે એમસીસી પર પણ ટેસ્ટ રોમાંચક થશે.
જોનસને લખ્યું, અસમાન ઉછાળ હંમેશા જોવા મળે છે જ્યારે પિચ તૂટે છે. શું આ તે પિચછી અલગ છે જ્યાં બોલ એક મીટરથી વધુ સ્પિન થાય છે અને નીચે રહે છે. વોને ટ્વીટ કહ્યું હતું, અને તે ફરી હેરાન થાય છે કે ટેસ્ટ ક્રિકેટ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ શાનદાર પિચ હતી જેના પર તમામને મદદ મળી. આ પ્રકારની પિચ હોવી જોઈએ.
મહત્વનું છે કે, પિચ પર આટલો ઉછાળ હતો કે શમીનો બોલ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્ચના ડાબા ગાથમાં લાગ્યો અને તેને મેદાનથી બહાર જવું પડ્યું હતું. તેના હાથમાં ઈજા થઈ હતી.