મેલબોર્નઃ બુધવારથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતીય ટીમે અંતિમ 11 ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટ્વીટ કરીને ભારતીય ઈલેવનની જાણકારી આપી હતી. ભારતીય ટીમ માટે સારા સમાચાર નથી. રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટમાંથી બહાર છે. અશ્વિન ઈજાને કારણે બીજી ટેસ્ટમાં પણ ટીમમાંથી બહાર હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિનની ગેરહાજરીમાં ભારતે પર્થ ટેસ્ટ 146 રનથી ગુમાવ્યો હતો. અશ્વિને આ પહેલા એડિલેડ ટેસ્ટમાં 6 વિકેટ ઝડપી હતી અને ભારતે આ મેચ 31 રનથી જીતીને શ્રેમીમાં 1-0ની લીડ મેળવી હતી. મેલબોર્ન ટેસ્ટ માટે ડાબોડી સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિશેષ સ્પિનર તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે. હાલમાં ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 1-1થી બરોબર છે. 


બોક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતે ત્રણ ફેરફાર કર્યા છે. બંન્ને ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય અને કેએલ રાહુલ સિવાય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને બહાર કરી દેવામાં આવ્યા છે. રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે, જે ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર હતો. તો 27 વર્ષીય મયંક અગ્રવાલ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરશે. તે ભારત તરફથી પર્દાપણ કરનાર 295મો ખેલાડી હશે. મયંક હનુમા વિહારીની સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે. 



ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને મુરવી વિજય આ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. પ્રથમ બેટ ટેસ્ટમાં ક્રમશઃ 12.00 અને 12.25ની ખરાબ એવરેજ ભારે પડી અને તેને ટીમમાંથી બહાર જવું પડ્યું છે. 


મેલબોર્ન ટેસ્ટ માટે ભારતના 11 ખેલાડી
વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ. 



ઓસ્ટ્રેલિયા ઈલેવનઃ એરોન ફિંચ, માર્કર હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટિમ પેન, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.