ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત 10મી શ્રેણી જીતવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા
રવિવારે ફીફા વર્લ્ડકપના ફાઇનલને ધ્યાનમાં રાખતા મેચ શનિવારે રાખવામાં આવી છે અને બે મેચ વચ્ચે માત્ર એક દિવસનું અંતર રહ્યું છે.
લંડનઃ આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ કુલદીપ યાદવની શાનદાર બોલિંગની મદદથી આજે બીજા વનડે મેચમાં શ્રેણી પોતાના નામે કરવા ઉતરશે. ભારતે પ્રથમ વનડે જીત્યા પહેલા ટી-20 શ્રેણી પણ પોતાના નામે કરી હતી. રવિવારે ફીફા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મેચ શનિવારે રાખવામાં આવી છે. પ્રથમ મેચમાં 8 વિકેટે પરાજય મળ્યા બાદ ઈંગ્લેન્ડ માટે વાપસી આસાન નથી.
ટી-20 શ્રેણીમાં ઈંગ્લેન્ડના સ્પિન બોલર મશીન મર્લિન સાથે પ્રેક્ટિસ કરી હતી. બંન્ને ટીમો લંડન જશે. તેથી વીડિયો વિશ્લેષણ કરવાનો પણ સમય રહેશે નહીં. તેવામાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ કુલદીપ સામે રમવાની માનસિક તૈયારી દર્શાવવી પડશે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ બિનજવાબદાર શોટ્સ પણ રમ્યા હતા. દસ ઓવરમાં વિના વિકેટે 70 રન બાગ રોયે સ્વીપ કરવાની જરૂર ન હતી. કેપ્ટન ઇયોન મોર્ગને પણ ચહલ વિરુદ્ધ ખરાબ શોટ રમ્યો હતો.
જોસ બટલર ઉતરી શકે છે ત્રીજા નંબર પર
જો રૂટ સતત ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તે ત્રણ ઈનિંગમાં ત્રીજીવાર કાંડાના સ્પીનરનો શિકાર થયો. તેવામાં બટલરને તેની સ્થાને ત્રીજા સ્થાને મોકલવામાં આવી શકે છે. તેણે છઠ્ઠા નંબરે અડધી સદી ફટકારી હતી. મોર્ગને પણ સંકેત આપ્યા કે બટલર ત્રીજા નંબરે ઉતરી શકે છે.
ટી-20 શ્રેણીમાં 1-0થી પાછળ રહ્યાં બાદ ઈંગ્લેન્ડે ગ્રીન પીચ બનાવી હતી તેમ છતા ફાસ્ટ બોલરોને સ્વિંગ ન મળ્યું. હવે જોવાનું છે કે લંડનની પીચ ગ્રીન ટોપ છે કે નહીં. એલેક્સ હેલ્સ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ડેવિડ મલાનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
2016 બાદ ભારતે દ્વિપક્ષીય શ્રેણી નથી ગુમાવી
ભારતીય ટીમે જાન્યુઆરી 2016થી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ દ્વિપક્ષીય વનડે શ્રેણી ગુમાવી નથી. ત્યારબાદ સતત નવ શ્રેણી જીતી છે. ટીમ ઈન્ડિયાની અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફારની શક્યતા નથી. ભારતીય ટીમ વનડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લે છે તો આઈસીસી રેન્કિંગમાં બંન્ને ટીમો વચ્ચે અંતર ઓછું થઈ જસે.
સંભવિત ટીમઃ ભારત - વિરાટ કોહલી (કેપ્ટન), શિખર દવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, ધોની, રૈના, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ચહલ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ કે ભુવનેશ્વર કુમાર.
ઈંગ્લેન્ડઃ ઈયોન મોર્ગન (કેપ્ટન), જેસન રોય, જોની બેયરસ્ટો, જોસ બટલર, મોઇન અલી, જો રટ, લિયામ પ્લંકેટ, બેન સ્ટોક્સ, આદિલ રશીદ, ડેવિડ વિલી, માર્ક વુડ.
ભારતીય સમયાનુસાર મેચ સાંજે ત્રણ 3.30 કલાકે શરૂ થશે.