ભજ્જીએ કર્યો ખુલાસો, કહ્યું- કુકને લેજન્ડ બનાવવામાં મારી મહત્વની ભૂમિકા
ઈંગ્લેન્ડના એલિસ્ટેયર કુકે ભારત વિરુદ્ધ પોતાની અંતિમ ઈનિંગમાં 147 રન બનાવ્યા. આ તેની અંતિમ ઈન્ટરનેશનલ ઈનિંગ પણ હતી.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના એલિસ્ટેયર કુકે ભારત વિરુદ્ધ પોતાની અંતિમ ઈનિંગમાં 147 રન ફટકાર્યા છે. આ તેની અંતિમ ઈન્ટરનેશનલ ઈનિંગ પણ હતી. કુકે આ ઈનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેનની સિદ્ધિ પણ સામેલ છે. કુકે શ્રીલંકાના કુમાર સાંગાકારાને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કુક હવે સૌથી વધુ રન બનાવવાના મામલામાં વિશ્વમાં પાંચમાં નંબર પર છે.
મેં છોડ્યો હતો પર્દાપણ મેચમાં કુકનો કેચ
પોતાની અંતિમ ઈનિંગમાં સદી ફટકારનાર કુકને વિશ્વભરના ક્રિકેટરોએ અલગ-અલગ રીતે શુભકામના આપી રહ્યાં છે. ભારતના ઓફ સ્પિનર હરભજન સિંહ પણ તેમાં સામેલ છે. ભજ્જીએ ટ્વીટ કરીને કહ્યું, ઈતિહાસના આ એક પેજનો હું પણ ભાગ છું... મેં પર્દાપણ ટેસ્ટમાં કુકનો ત્યારે કેચ છોડ્યો હતો, જ્યારે તે 90+ના સ્કોર પર બેટિંગ કરી રહ્યાં હતા... આજે તે ક્યાં છે... તે લેજન્ડ છે.
VIDEO: કુકે તોડ્યો સાંગાકારાનો રેકોર્ડ, સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બન્યો
INDvsENG: પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો કુક