સાઉથમ્પ્ટનઃ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ શ્રેણી રોમાંચક સમયમાં પહોંચી ગઈ છે. આ શ્રેણીમાં 0-2થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયાએ નોટિંઘમ ટેસ્ટમાં વાપસી કરી હતી. આ શ્રેણીમાં આમ તો ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બોલરોનો પ્રભાવ ન રહ્યો પરંતુ તેના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનું પ્રદર્શન પ્રભાવી રહ્યું હતું. શ્રેણીમાં એન્ડરસને પોતાની બોલિંગથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોર્ડસ ટેસ્ટમાં એન્ડરસને નવ વિકેટ ઝડપીને ભારતીય ટીમને પરાજય આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેણે ભારત વિરુદ્ધ પોતાની 100 વિકેટ પૂરી કરી હતી. લોર્ડ્સમાં પણ પોતાની 100 વિકેટ પૂરી કરી હતી. તે વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર છે જેણે એક મેદાન પર 100 વિકેટ ઝડપી છે. 


ચોથી ટેસ્ટમાં આ તક
સાઉથમ્પ્ટનમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં એન્ડરસનની પાસે ઈતિહાસ રચવાની તક હશે. આ મેચમાં તે સાત વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર બની શકે છે. હાલમાં આ રેકોર્ડ ગ્લેન મેક્ગ્રાના નામે છે. 


ભારતીય ટીમ બર્મિંઘમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 31 રનથી હારી ગઈ હતી. ત્યારબાદ લોર્ડ્સ ટેસ્ટમાં તેનો ઈનિંગ અને 159 રનથી પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ નોટિંઘમમાં ઈંગ્લેન્ડને 203 રનથી હરાવીને શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. તો ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમની નજર વિજય મેળવીને શ્રેણી બરોબર કરવા પર છે. 



આવો છે ટીમ ઈન્ડિયાનો સાઉથમ્પ્ટનમાં ઈતિહાસ
ટીમ ઈન્ડિયા હવે આગામી મેચ સાઉથમ્પ્ટનમના મેદાન પર રમશે. અહીંના રોજ બાઉલ મેદાન પર અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ મેચ રમાયા છે. જેમાં એક મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે અને બીજી મેચ ડ્રો રહી હતી. એક મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને વર્ષ 2014માં 266 રન હરાવ્યું હતું. આ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે યોજાઇ હતી. જે ડ્રો રહી હતી. આ મેચાન પર પ્રથમ ઈનિંગની એવરેજ 376 રન, બીજી ઈનિંગની એવરેજ 353 રન, ત્રીજી ઈનિંગની એવરેજ 269 રન અને ચોથી ઈનિંગની એવરેજ 178 રન છે.