ઓવલ (લંડન): ભારત ઈંગ્લેન્ડ શ્રેણીના અંતિમ મેચની અંતિમ ઈનિંગમાં કેએલ રાહુલની સદી બાદ રિષભ પંતે પણ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી છે. પંતે સદી આ ટેસ્ટના પાંચમાં દિવસે બીજા સત્રમાં પોતાના કેરિયરની પ્રથમ સદી છે. ઈંગ્લેન્ડમાં સદી ફટકારનાર પંચ પ્રથમ ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતે સિક્સ ફટકારીને તેની સદી પૂરી કરી હતી. પંતે 117 બોલમાં 14 ફોર અને 3 સિક્સની મદદથી સદી પૂરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિષભ પંત સિક્સની સાથે પોતાના ટેસ્ટ કેરિયરની સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. સૌથી પહેલા કપિલ દેવે 1978-79માં દિલ્હીમાં વિન્ડીઝ વિરુદ્ધ સિક્સ ફટકારીને પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી હતી. ત્યારબાદ 2007/08માં બેંગલુરૂમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ટેસ્ટ સદી પૂરી કરી હતી. 


પંત હવે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારનાર બીજા નંબરનો સૌથી યુવા ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતે આ સદી 20 વર્ષ 342 દિવસની ઉંમરે ફટકારી છે. તેની આગળ અજય યાત્રાએ વર્ષ 2002માં વિન્ડીઝ વિરુદ્ધ 20 વર્ષ 150 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી.