નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની સિરીઝની  છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટનો બીજો દિવસ ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્મા માટે ખાસ રહ્યો. રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એક મોટો રેકોર્ડ પોતાના નામ પર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂરા કર્યા 1000 રન
રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 1000 રન પૂરા કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો છે. ઓવરઓલ વાત કરીએ તો રોહિત આ કારનામું કરનારો દુનિયાનો છઠ્ઠો ખેલાડી છે અને ભારત તરફથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 1000 રન પૂરા કરનાર રોહિત બીજો બેટ્સમેન છે. રોહિત અગાઉ ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે 1000 રન પૂરા કરી ચૂક્યો છે. 


ટોપ પર છે માર્નસ લાબુશેન
ઓસ્ટ્રેલિયાના યુવા સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેને અત્યાર સુધીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. લાબુશેનના નામે 1675 રન નોંધાયેલા છે. બીજા નંબરે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ છે જેણે મેચ અગાઉ 1625 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ છે જેમણે અત્યાર સુધીમાં 1341 રન બનાવ્યા છે. 


પહેલા દિવસે ભારત હાવી રહ્યું
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચનો પહેલો દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં ભારતે ઈંગ્લેન્ડ પર પોતાનો સકંજો કસી લીધો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 205 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી અક્ષર પટેલે 4 અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી. 


હાફ સેન્ચ્યુરીથી ચૂક્યો રોહિત
ચોથી ટેસ્ટના બીજા દિવસે રોહિત શર્મા 49 રન બનાવીને આઉટ થઈ ગઓ. રોહિતને બેન સ્ટોક્સે આઉટ કર્યો. બીજા દિવસે 60 ઓવરની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ભારતે 148 રન કરી લીધા છે. 6 વિકેટ અત્યાર સુધીમાં ભારતે ગુમાવી છે. ઈંગ્લેન્ડની ટીમ 205 રનમાં ઓલઆઉટ થઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube