નેપિયરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રારંભ કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કીવીની ટીમ 157 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે 34.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. શિખર ધવને અણનમ 75 રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે પહેલા શમી, પછી ચહલ અને અંતે કુલદીપે શાનદાર બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું. ભારત માચે કુલદીપે ચાર, શમીને ત્રણ, ચહલને બે તથા કેદારને એક સફળતા મળી હતી. તો બેટિંગમાં ધવને અડધી સદી ફટકારી હતી. આ મેચમાં ભારતના પાંચ ખેલાડી હીરો બનીને ઉભર્યા હતા. 


1. શમીએ અપાવી શાનદાર શરૂઆત
શમીએ નેપિયરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે ઈનિંગની બીજી ઓવરમાં માર્ટિન ગુપ્ટિલને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ ચોથી ઓવરમાં મુનરોને પણ આઉટ કર્યો હતો. 30મી ઓવરમાં શમીએ સેન્ટનરને પણ આઉટ કરીને પોતાની ત્રીજી વિકેટ ઝડપી હતી. 


2. અંતમાં કુલદીપનો જાદૂ
કુલદીપે આ મેચમાં ન્યૂઝીલેન્ડની ઈનિંગ માત્ર 38 ઓવરમાં સમેટવામાં મહત્વની ભૂમિકા ભજવી હી. તેણે કેપ્ટન વિલિયમસનને આઉટ કર્યો હતો. વિલિયમસન આઉટ થયો ત્યારે 34મી ઓવરમાં ટીમનો સ્કોર 146 રન હતો. તે સાતમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. ત્યારબાદ કુલદીપે આગામી ચાર ઓવરમાં બ્રેસવેલ, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ડને આઉટ કર્યા હતા. કુલદીપે આ મેચમાં 10 ઓવરમાં 39 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 


3. ચહલની કમાલની બોલિંગ
ચહલ આ મેચમાં બોલિંગ કરવા આવ્યો ત્યારે કીવીનો સ્કોર 11 ઓવરમાં બે વિકેટે 34 રન હતો. ચહલે કીવી બેટ્સમેનો પર દવાબ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે રોસ ટેલરને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. 19મી ઓવરમાં ચહલ ફરી ત્રાટક્યો અને ટોમ લાથમને કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. તેણે 10 ઓવરમાં 43 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 


4. ધવનની વિજયી ઈનિંગ
શિખર ધવને આ મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવવાની સાથે અંત સુધી અણનમ રહીને જીત પણ અપાવી હતી. તેણે રોહિત સાથે પ્રથમ વિકેટ માટે 41 અને કોહલી સાથે બીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. તેણે 71 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 


5. વિરાટની સુકાની ઈનિંગ
આ જીતમાં ટીમ ઈન્ડિયાના  કેપ્ટન વિરાટ કોહલીએ ભલે અડધી સદી ન ફટકારી હોય પરંતુ તેની ઈનિંગે ન્યૂઝીલેન્ડની આશા ધ્વસ્ત કરવામાં ભૂમિકા ભજવી હતી. 10મી ઓવરમાં રોહિત આઉટ થયા બાદ વિરાટે ધવન સાથે મોટી ભાગીદારી કરીને ટીમની જીત નક્કી કરી હતી. 


નેપિયરમાં ભારતનો ધમાકેદાર વિજય