વેલિંગનટઃ ન્યૂઝીલેન્ડના સીનિયર ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ ભારત સામે ત્રણ મેચોની ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તે પીઠની ઈજામાંથી સ્વસ્થ થયો નથી જેથી 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી સિરીઝમાં રમશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્ટિલનું સ્થાન ઓલરાઉન્ડર જેમ્સ નીશામ લેશે, જે ભારત વિરુદ્ધ પાંચ મેચોની અંતિમ બે વનડે મેચોમાં રમ્યો હતો. જે આક્રમક બેટિંગથી મેચ પલ્ટી દેવાની ક્ષમતા ધરાવે છે. સિરીઝના અંતિમ મેચમાં પણ ધોનીએ તેને રનઆઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. 


'સ્ટફ.કો.એનઝેડે' ન્યૂઝીલેન્ડના કોચ ગૈરી સ્ટીડના હવાલાથી કહ્યું, દુર્ભાગ્યથી માર્ટિન આ ટી20 સિરીઝ પહેલા સ્વસ્થ થયો નથી, જેમાં પાંચ દિવસમાં ત્રણ મેચ રમાવાની છે. ઉલ્લેખનીય છે કે ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરમાં 2272 રનની સાથે ગુપ્ટિલ હાલમાં ટોપ પર છે. 


તેમણે કહ્યું, તે અમારી સિમીત ઓવરોની ટીમનો મહત્વનો ભાગ છે, પરંતુ અમારે આગળ જોવું પડશે અને નક્કી કરવું પડશે તે ઝડપથી ફિટ થઈ જાય. 



T-20માં 11 સિરીઝ બાદ પાકનો વિજય રથ રોકાયો, સાઉથ આફ્રિકાએ આપ્યો ઝટકો 
 


ગુપ્ટિલ ભારત વિરુદ્ધ અંતિમ વનડેની પૂર્વ સંધ્યાએ ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તેની નજર આગામી સપ્તાહે બાંગ્લાદેશ સામેની સિરીઝમાં વાપસી કરવા પર છે. 


ભારત વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝમાં વેલિંગટનમાં બુધવારથી શરૂ થશે. બીજી મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં આઠ ફેબ્રુઆરી અને અંતિમ ટી20 મેચ હેમિલ્ટનમાં 10 ફેબ્રુઆરીએ રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમમાં યુવા ઓલરાઉન્ડર ડેરિલ મિશેલને પણ સામેલ કરવામાં આવ્યો છે, જે ટીમના પૂર્વ કોચ જોન મિશેલનો પુત્ર છે. 



ICC વનડે રેન્કિંગઃ ભારત બીજા સ્થાન પર, કોહલી-બુમરાહ ટોપ પર યથાવત


ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ડગ બ્રેસવેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, સ્કોટ કુગેલિન, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, જેમ્સ નીશામ, મિશેલ સેન્ટનર, ટિમ સેઇફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, રોસ ટેલર.