INDvsNZ: આવતીકાલે ચોથી વનડે, શુભમન ગિલ કરી શકે છે પર્દાપણ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં રમાનારી ચોથી વનડે મેચ માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક પ્રયોગ જોવા મળી શકે છે.
હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની ચોથી વનડે હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર ગુરૂવારે રમાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને આ મેચમાં ટીમ ઈન્ડિયાની આગેવાની વિરાટના સ્થાને રોહિત શર્મા કરશે. વિરાટને અંતિમ બે વનડેમાં આરામ આપવામાં આવ્યો છે. આ સમયે ટીમ મેનેજમેન્ટ સામે તે પ્રશ્ન છે કે વિરાટની જગ્યા કોને આપવામાં આવે. તો એમએસ ધોની ફીટ થશે તો તેનું સ્થાન ટીમમાં પાક્કુ છે. બીજીતરફ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવા બેટ્સમેન શુભમન ગિલ પર્દાપણ કરી શકે છે.
પ્રથમ ત્રણ વનડે મેચોમાં હાર બાદ ન્યૂઝીલેન્ડની ટીમ સિરીઝ ગુમાવી ચુકી છે. હવે તેણે ક્લીન સ્વીપથી બચવાનું છે. અત્યાર સુધી ન્યૂઝીલેન્ડની ટીમને ભારતીય ટીમ તેના ઘરમાં ક્વીન સ્વીપ કરી શકી નથી. ભારત બીજીવાર ન્યૂઝીલેન્ડમાં શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. તો ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને તેના ઘરમાં સતત ત્રણ મેચમાં પરાજય પણ આપ્યો છે.
યુવા શુભમન ગિલને મળી શકે છે તક
જ્યાં સુધી ટીમ ઈન્ડિયાનો સવાલ છે તો માનવામાં આવી રહ્યું છે કે વિરાટના સ્થાને શુભમન ગિલને જગ્યા મળી શકે છે. મેમાં શરૂ થઈ રહેલી આઈસીસી વિશ્વકપને જોતા ટીમમાં નવા ચહેરા જોવા મળી શકે છે. આ માટે શુભમન ગિલનું નામ ચર્ચામાં છે. ત્રીજી વનડે મેચ બાદ વિરાટ કોહલીએ શુભમન ગિલની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, તે અન્ડર 19માં રમી રહ્યો હતો ત્યારે ગિલના 10 ટકા પણ ન હતો.
કોના સ્થાને ધોની કરશે વાપસી
એમએસ ધોની ત્રીજી વનડેમાં ઈજાને કારણે બહાર હતો. હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે ધોની ફીટ છે કે નહીં. જો ધોની વાપસી કરશે તો સૌથી મોટો સવાલ છે કે, તે કોના સ્થાને ટીમમાં આવશે. તેના સ્થાને ગત મેચમાં વિકેટકીપિંગ કાર્તિકે કરી અને તેણે બેટિંગમાં પણ ઉપયોગી 38 રન બનાવ્યા હતા. તો કેદાર જાધવે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે કેદારના સ્થાને ધોનીને ટીમમાં સ્થાન મળી શકે છે.
INDvsNZ: ટી20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમ જાહેર, બે નવા ચહેરાને મળ્યું સ્થાન
ક્યારે-ક્યાં અને કેમ જોશો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ
- મેચ ગુરૂવાર (31 જાન્યુઆરી)એ રમાશે.
- આ મેચ ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર રમાશે.
- મેચનું સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકાશે.
- મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.
ટીમ
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, વિજય શંકર, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહમદ, રવીન્દ્ર જાડેજા.
ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લાથમ, માર્ટિન ગુપ્ટિલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, ટ્રેન્ટ બોલ્ટ, હેનરી નિકોલ્સ, ડગ બ્રેસવેલ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કોલિન મુનરો, ઈશ સોઢી, મિચેલ સેન્ટનર, ટિમ સાઉદી.