નવી દિલ્હીઃ India vs South Africa 3rd Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાંચીમાં રમાશે. આ ટેસ્ટ મેચના બે દિવસ પહેલા મહેમાન ટીમ દક્ષિણ આફ્રિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમનો ઓપનિંગ બેટ્સમેન એડન માર્કરામ (Aiden Markram) ત્રીજી ટેસ્ટમાથી બહાર થઈ ગયો છે. આ પહેલા પણ આફ્રિકાને એક ઝટકો લાગી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડી પણ થઈ ચુક્યો છે બહાર
ઓપનિંગ બેટ્સમેન એડન માર્કરમ પહેલા ઓલરાઉન્ડર કેશવ મહારાજ પણ બહાર થઈ ચુક્યો છે. હવે આ બંન્ને ખેલાડી ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. એડન માર્કરામે કાંડાની ઈજાને કારણે બહાર થયો છે. ભારત સામે રમાયેલી પ્રથમ બે ટેસ્ટ મેચમાં માર્કરામ માત્ર 44 રન બનાવી શક્યો હતો. 


બંન્ને ઈનિંગમાં ડકનો શિકાર
એડન માર્કરામ પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. આ 25 વર્ષીય બેટ્સમેનને હજુ માત્ર 19 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ સપ્ટેમ્બર 2017મા ટેસ્ટ પર્દાપણ કરનાર એડન માર્કરામે 4 સદી અને છ અડધી સદી ફટકારી છે. 

અનિલ કુંબલે બર્થડેઃ 'જંબો' સાથે જોડાયેલી આ 5 પાંચ વાતો નહીં ભૂલી શકો તમે


આ છે ઈજા થવાનું કારણ
સાઉથ આફ્રિકાના ડોક્ટરે તે વાતનો ખુલાસો કર્યો કે ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં શૂન્ય પર આઉટ થવાને કારણે તે ખુબ હતાશ હતો. આ કારણે તેણે પોતાનો હાથ કોઈ કઠણ પદાર્થ પર માર્યો અને તેના જમણા હાથમાં ઈજા થઈ ગઈ છે.