નવી દિલ્હી: ભારતીય ટીમે દક્ષિન આફ્રીકા વિરૂદ્ધ (India vs South Africa) સારું પ્રદર્શન કરતાં ત્રણેય મેચોની ટેસ્ટ સીરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઇન્ડીયા (Team India) એ દક્ષિણ આફ્રીકાને મંગળવારે ત્રીજી ટેસ્ટમાં ઇનિંગ તથા 202 રનથી હરાવી લીધી છે. તેણે પહેલી ટેસ્ટ 203 રન અને બીજી ટેસ્ટ ઇનિંગ તથા 137 રનથી જીતી હતી. ભારતે દક્ષિણા આફ્રીકા (South Africa)ના વિરૂદ્ધ પહેલીવાર કોઇ ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ (Clean Sweep) કર્યું છે. ભારત ઉપરાંત ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે 2019ની સૌથી મોટી સફળ ટીમ પણ બનાવવામાં આવી છે. ભારતે આ વર્ષે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુષ્ય નક્ષત્ર : કરોડોનો બિઝનેસ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ધનતેરસ માટે થયું બુકિંગ


ભારતીય ટીમ 2019માં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ટીમ બની ગઇ છે. તેણે આ વર્ષે છ ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે પાંચ જીતી મેળવી લીધી છે. ભારતે દક્ષિણ આફ્રીકી પાસે પહેલાં વેસ્ટઇન્ડીઝને સતત બે ટેસ્ટ મેચોમાં હરાવી હતી. રસપ્રદ વાત એ છે કે ભારતે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટની શરૂઆત ડ્રો દ્વારા કરી હતી. તેની આ વર્ષની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હતી, જે ડ્રો ખતમ થઇ હતી.  

આજે દેશભરમાં બેંકોની હડતાળ, તેમછતાં આ બેંકોમાં થશે કામ


2 ટીમોએ વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલે ભારત બાદ ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેંડ છે. ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેંડે ચાર-ચાર ટેસ્ટ જીતી છે. ઇગ્લેંડે આ વર્ષે સૌથી વધુ નવ ટેસ્ટ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાએ આઠ ટેસ્ટ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાએ આઠ ટેસ્ટ મેચ રમી છે. ભારત, દક્ષિણ આફ્રીકા અને શ્રીલંકાએ 6-6 ટેસ્ટ મેચ રમી છે. વેસ્ટઇંડીઝે પાંચ ટેસ્ટ મેચ રમી છે. 

આજથી શરૂ થયો Diwali Special સેલ, Amazon પર બંપર ડિસ્કાઉન્ટ સાથે કરો ખરીદી


2019માં ફક્ત 2 ટેસ્ટ ડ્રો થઇ
વર્ષ 2019માં કુલ 27 ટેસ્ટ મેચ રમાઇ છે. તેમાંથી ફક્ત બે ટેસ્ટ મેચ ડ્રો થઇ છે. આ બંને ડ્રો ટેસ્ટ ઓસ્ટ્રેલિયાના નામે રહી છે. તેનો એક મુકાબલો જાન્યુઆરીમાં ભારત સાથે બરાબરી પર રહ્યો હતો. ત્યારબાદ એશેઝ સીરીઝ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેંડની મેચ ડ્રો પર ખતમ થઇ હતી.