INDvsWI: તિરૂવનંતપુરમમાં ટીમ ઈન્ડિયાની જીતના પાંચ સૌથી મોટા કારણ
તિરૂવનંતપુરમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને હરાવીને 3-1થી શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.
તિરૂવનંતપુરમઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે તિરૂવનંતપુરમમાં રમાયેલી શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માના 63* અને કેપ્ટન કોહલીના 33* રનની મદદથી ભારતે માત્ર 14.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ભારતે એકમાત્ર વિકેટ શિખર ધવનની ગુમાવી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 104 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 105 રનનો લક્ષ્ય આપ્યો હતો.
ભારત તરથી રવીન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 38 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ અને ખલીલ અહમદને બે-બે તથા કુલદીપ અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી.
ભારતની જીતના 5 મહત્વના કારણ
1. ભુવી બુમરાહની સુપર શરૂઆત
પ્રથમ ઓવરમાં ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવીને પ્રવાસી ટીમ પર દબાવ બનાવ્યો હતો. ભુવીએ પોવેલને શૂન્ય પર આઉટ કર્યો હતો. તેની બીજી ઓવરમાં બુમરાહે વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકો આપ્યો હતો. શાનદાર ફોર્મમાં રહેલ શાઈ હોપને બોલ્ડ કર્યો હતો. હોપ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ સમયે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર બે વિકેટ પર 3 રન થઈ ગયો હતો. ખરાબ શરૂઆતને કારણે વેસ્ટ ઈન્ડિઝ ટીમ 10 ઓવરમાં માત્ર 30 રન બનાવી શકી હતી.
INDvsWI: માત્ર 46 ઓવરમાં તિરૂવનંતપુરમ વનડે પૂરી, ભારતનો 3-1થી શ્રેણી વિજય
2. જાડેજાની શાનદાર બોલિંગ
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ સસ્તામાં સમેટવામાં રવીન્દ્ર જાડેજાની મહત્વની ભૂમિકા રહી હતી. પ્રથમ બે વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ માર્લન સૈમુઅલ્સ પોતાની ટીમનો સ્કોર આગળ વધારવા માટે મહેનત કરી રહ્યો હતો ત્યારે 12મી ઓવરમાં જાડેજાએ સૈમુઅલ્સને કેપ્ટન કોહલીના હાથે કેચ કરાવીને વિન્ડિઝને બેકફુટ પર લાવી દીધું હતું. ત્યારબાદ જાડેજાએ 16મી ઓવરમાં હેટમાયેરને માત્ર 9 રને આઉટ કર્યો હતો. અંતમાં જાડેજાએ 32મી ઓવરમાં કેમાર રોચ અને ઓશાને થોમસને વિકેટ ઝડપીને વિન્ડિઝની ઈનિંગનો અંત કર્યો હતો. આ વેસ્ટ ઈન્ડિઝનો ભારત વિરુદ્ધ સૌથી ઓછો સ્કોર છે.
3. યુવા ખલીલ ખલ્યો
વેસ્ટ ઈન્ડિઝ 16 ઓવમરાં 54 રન પર ચાર વિકેટ ગુમાવી ચુક્યું હતું ત્યારે ખલીલ અહમદે ગત મેચમાં કરેલી શાનદાર બોલિંગ જાળવી રાખતા ઓપનિંગ બેટ્સમેન રોવમૈન પોવેલને આઉટ કરીને વિન્ડિઝ પર દબાવ વધાર્યો હતો. ત્યારબાદ ખલીલે વિન્ડિઝના કેપ્ટન હોલ્ડરને પણ આઉટ કર્યો હતો. હોલ્ડરે પોતાની ટીમ માટે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા.
INDvsWI: તિરૂવનંતપુરમમાં ટીમ ઈન્ડિયાની જીતના પાંચ સૌથી મોટા કારણ
4. બુમ બુમ બુમરાહ
પ્રથમ બે મેચમાં આરામ કરીને ત્રીજી મેચમાં વાપસી કર્યા બાદ બુમરાહે દરેક મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. આજે પણ તેણે 6 ઓવમરાં માત્ર 11 રન આપીને બે મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે બીજીઓવરમાં શાઈ હોપને આુટ કર્યા બાદ 21મી ઓવરમાં ફેબિયન એલીનને આઉટ કર્યો હતો.
5. રોહિત શર્માની તોફાની ઈનિંગ
આ મેચમાં રોહિત શર્માએ તોફાની ઈનિંગ રમતા 56 બોલ પર 63 રન ફટકાર્યા હતા. રોહિતને કારણે ટીમ ઈન્ડિયાએ 105 રનનો લક્ષ્ય માત્ર 14.5 ઓવરમાં વટાવી લીધો હતો. પ્રથમ વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ રોહિત અને વિરાટે ભારતને શ્રેણી વિજય અપાવ્યો હતો. રોહિતે પોતાની આ શાનદાર ઈનિંગ દરમિયાન વનડે ક્રિકેટમાં પોતાના 200 છગ્ગા પણ પૂરા કર્યા હતા.