મુંબઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચ સોમવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.  ટીમ ઈન્ડિયા આ મેચાં મજબૂત પ્રદર્શન કરી રહેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમ સાથે ટકરાશે તો તેની નજર અંતિમ ઈલેવનમાં  સંતુલન બનાવવા પર રહેશે. ભારતીય ટીમ શનિવારે પુણેમાં પાંચ નિષ્ણાંત બોલરોની સાથે ઉતરી પરંતુ તેણે હારનો  સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હાલના પ્રવાસમાં તેની પ્રથમ હાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રેણી અત્યારે 1-1થી બરોબર છે, જ્યારે બે મેચ રમવાની બાકી છે. વિરાટ કોહલીની ટીમ જો શ્રેણીમાં અજેય સરસાઇ  બનાવવા ઈચ્છશે તો ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયામાં કાલનો મેચ દરેક સ્થિતિમાં જીતવો પડશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમને  પણ શ્રેય આપવો જોઈએ જે ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ વાપસી કરવામાં સફળ રહી અને યજમાન ટીમને  ટક્કર આપી રહી છે. 


મધ્યમક્રમ અને ધોનીની અસફળતા છે ટીમ ઈન્ડિયા માટે મુસીબત
મધ્યમક્રમના પ્રદર્શનમાં  સાતત્યતાનો અભાવ અને મહેન્દ્ર સિંહ ધોનીનું ખરાબ ફોર્મનું પરિણામ ભારત ભોગવી રહ્યું  છે. ભારતે આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ પહેલા 15 વનડે મેચ રમવાની છે અને તેવામાં આ સમસ્યા  માત્ર આવતીકાલની મેચ માટે નથી. ટી20 ટીમમાંથી બહાર કરાયા બાદ ધોનીની પાસે ફોર્મમાં આવવા માટે હવે માત્ર  ઓછી તક છે. 


VIDEO: ડિઆર્સી શોર્ટના રનઆઉટ પર થયો વિવાદ, મેક્સવેલે ગણાવી અમ્પાયરની ભૂલ


ધોની સિવાય મધ્યમક્રમની બેટિંગ ચિંતાનો વિષય
પુણેમાં માત્ર 22 રન બનાવનાર અંબાતી રાયડૂ લયમાં આવવામાં સફળ રહ્યો પરંતુ આ બેટ્સમેને ચોથા સ્થાન પર  જગ્યા પાક્કી કરવાની છે તો સતત સારૂ પ્રદર્શન કરવું પડશે. રિષભ પંતને ધોનીથી ઉપર આવીને બેટિંગ કરવાની  તક મળી હતી પરંતુ તે પણ અસફળ રહ્યો હતો. 


જાધવ બની શકે છે એક્સ ફેક્ટર
પસંદગીકારોએ અંતિમ બે મેચો માટે કેદાર જાધવનો ટીમમાં સમાવેશ કર્યો છે, જેથી ભારતને મજબૂતી મળશે. હાલના  સમયમાં તેની ફિટનેસ ચિંતાનો વિષય રહી છે પરંતુ દેવધર ટ્રોફીમાં ઈજામાંથી બહાર આવ્યા બાદ તે પ્રભાવી જોવા  મળ્યો હતો. જાધવની આક્રમક બેટિંગ સિવાય તે બોલિંગમાં પણ ઉપયોગી થઈ શકે છે. 


ધવન, રોહિત પાસે મોટી ઈનિંગની આશા
ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને રોહિત શર્મા સતત બે મેચમાં નિષ્ફળ રહ્યાં  છે અને ટીમને તેમની પાસે ઘણી  આશા છે. યજમાન ટીમ માટે સૌથી સકારાત્મક પક્ષ કોહલીનું ફોર્મ છે, જેણે સતત ત્રણ મેચમાં 3 સદી ફટકારી છે.  અન્ય બેટ્સમેનોએ કોહલીને સાથ આપવો પડશે. 


ભુવનેશ્વરે પ્રદર્શન સુધારવાની જરૂર
બોલિંગની વાત કરવામાં આવે તો જસપ્રીત બુમરાહે શનિવારે વાપસી કરતા ચાર વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર  મોંઘો સાબિત થયો હતો. તેની પાસે સારી બોલિંગની અપેક્ષા છે.