નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં પાંચ સદી ફટકારનાર રોહિત શર્મા મંગળવાર (14 ઓગસ્ટ)એ જ્યારે મેદાન પર ઉતરશે તો તેની પાસે યુવરાજ સિંહ અને હાશિમ અમલાનો રેકોર્ડ તોડવાની તક હશે. મંગળવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે. ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિટમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે ટી20 સિરીઝની પ્રથમ બે મેચમાં 24 અને 67 રન બનાવ્યા હતા. તો બીજી વનડે મેચમાં માત્ર 18 રન બનાવી આઉટ થયો હતો. તે સારી શરૂઆત કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી મોટી ઈનિંગ રમી શક્યો નથી. 


32 વર્ષીય રોહિત શર્મા 217 વનડે મેચ રમી ચુક્યો છે. તેણે આ મેચોમાં 47.74ની એવરેજથી 8676 રન બનાવ્યા છે. તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે 23મા ક્રમ પર છે. જો ત્રીજી વનેડમાં તે 26 રન બનાવે છે તો આ યાદીમાં યુવરાજ સિંહ (8701)ને પાછળ છોડીને 22મા ક્રમે પહોંચી જશે. શિવનારાયણ ચંદ્રપોલ (8778)ને પાછળ છોડવા માટે તેને 103 રન બનાવવાની જરૂર છે. 

ટેસ્ટ ક્રિકેટઃ ટેસ્ટમાં ભારતનો તાજ ખતરામાં, ન્યૂઝીલેન્ડ બની શકે છે નંબર-1


રોહિત શર્માની પાસે સૌથી વધુ સદીના મામલામાં હાશિમ અમલાને પાછળ છોડવા અને સનથ જયસૂર્યાની બરોબરી કરવાની પણ તક હશે. રોહિતે અત્યાર સુધી 27 વનડે સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકાનો હાશિમ અમલા આટલી સદી ફટકારીને નિવૃત થઈ ચુક્યો છે. શ્રીલંકાના જયસૂર્યાએ 28 સદી ફટકારી છે. સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં રોહિત શર્મા સંયુક્ત રૂપથી પાંચમાં નંબર પર છે. સચિન તેંડુલકર (49) પ્રથમ અને વિરાટ કોહલી (42) બીજા નંબર પર છે.