લખનઉ: ટીમ ઇન્ડિયા મંગળવારે વેસ્ટઇન્ડિઝ સામે બીજી ટી-20 મેચમાં રમવા માટે નવાબોના શહેર લખનઉમાં મેદાને ઉતરશે, ત્યારે ટીમનું લક્ષ્ય માત્ર મેચ જીતવવાનું નહિં પણ સીરીઝ જીતવાનો છે. બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાવાની છે. ત્રણ ટી-20 મેચોની સીરીઝમાં બીડી મેચ અકાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. આ સ્ટેડિયમમાં રમાવનારી આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ જો આ સીરીઝને જીતી લે છે, તો વેસ્ટઇન્ડિઝની સામે આ તેમની ત્રીજી જીત હશે. આ પહેલા ભારતે ટેસ્ટ સીરીઝમાં 2-0 અને વન-ડે સીરીઝમાં 3-1થી જીત મેળવી છે. વેસ્ટઇન્ડિઝનું લક્ષ્ય આ મેચમાં તેની પ્રતિભા બચાવવા માટેનો હશે. તથા આગામી બંન્ને મેચો જીતવાની સાથે સીરીઝ જીતીને આત્મસન્માન બચાવાનો પ્રયત્ન કરશે. 


મુશ્કેલ થઇ ગઇ હતી સહેલી જીત 
ટીમ ઇન્ડિયાએ કોલકાતામાં ઇડન ગાર્ડનમાં રવિવારે રમાયેલા પહેલા ટી-20 મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. રોહિક શર્માની કેપ્ટનશીપમાં ભારતીય બોલરોએ વેસ્ટઇન્ડિઝની ઇનિંગ 109 રનો પર ઓલઆઉટ કરી દીધુ હતું. ત્યાર બાદ 54 રનમાં ચાર વિકેટ ગુમાવી દેનાર ભારતીય ટીમના દિનેશ કાર્તિક(31) અને કૃણાલ પાંડ્યા (21)ની પાર્ટનરશીપની મદદથી ભારતે જીતનો હાસલ કરી હતી. એવામાં વેસ્ટઇન્ડિઝની ટીમ પણ સારી વાપસી કરવાનો પ્રયત્ન કરશે. તેના માટે ભારતીય બેસ્ટમેનોને રોકવા માટે કેપ્ટન કાર્લેસ બ્રૈથવૈટને તેની ટીમના યુવા બોલરો પાસે સારા પ્રદર્શનની આશા રાખશે.



પહેલી ટી-20 મેચમાં સારૂ પ્રદર્શન કરવામાં અસક્ષમ રહેલા કીરન પાવેલ અને બ્રાવો પાસેથી વેસ્ટઇન્ડિઝની ટીમને આશા છે. શિમરોન હેટમેર અને શાઇ હોપને પણ સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે. 


ટીમ ઇન્ડિયા માટે આ એક પડકાર
ભારતીય ટીમે પહેલી મેચમાં ભલે જીત મળી હોય. પરંતુ ભારતીય ટીમે પણ તેની બેટીંગ મજબૂત કરવી પડશે. જેમાં પહેલી મેચમાં અસફળ રહેલા ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત, શિખર ધવન, લોકેશ રાહુલસ અને પંતનો સમાવેશ થાય છે, આ સિવાય મનીષ પાંડેએ પણ મહેનત કરવાની જરૂર છે.