કોલકાતા: ટીમ ઇન્ડિયાએ ત્રણ ટી20 મેચની સીરીઝ પહેલા મેચમાં વેસ્ટઇન્ડિઝને પાંચ વિકેટથી હરાવ્યું છે. આ લો સ્કોરિંગ મેચમાં વેસ્ટઇન્ડિઝે પહેલા બેટિંગ કરી 109 રન બનાવ્યા હતા. 110 રનના ટાર્ગેટને ભારતે 17.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધી અને સીરીઝમાં 1-0 મેચથી આગળ છે. બન્ને દેશોની વચ્ચે પહેલી વખત ભારતની જમીન પર ટી20 સીરીઝ રમાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે માત્ર 109 રન બનાવ્યા બાદ ભારે ટક્કર આપી અને શરૂઆતથી જ વિટેક લઇ ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. 15 ઓવર સુધી વેસ્ટઇન્ડિઝની ટીમ ઇન્ડિયાના મુખ્ય પાંચ બેટ્સેમનને પવેલિયન પરત મોકલ્યા હતા પરંતુ મેચના અંતમાં ટીમ ઇન્ડિયાએ મધ્ય ક્રમમાં ભારતને જીત અપાવી હતી. વાંચો ટીમ ઇન્ડિયાની જીતના આ પાંચ કારણ...


1. ટીમ ઇન્ડિયાના બોલરોની શાનદાર બોલિંગ
આ મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરી જેના કારણે વેસ્ટ ઇન્ડિઝ ભારતની સામે ટી20માં ઓછો સ્કોર બનાવી શકી અને નિર્ધારિત 20 ઓવરમાં 109 રન જ બનાવી શક્યા હતા. 15 ઓવર સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 7 વિકેટ ગુમાવી માત્ર 63 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાના દરેક બોલરે સતત વિકેટ લઇ વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન પર દબાણ બનાવી રાખ્યું હતું.


2. કુલદીપ યાદવની શાનદાર બોલિંગ
આ મેચમાં કુલદીપ યાદવે તેની ચાર ઓવરમાં 13 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. તમામ પ્રકારના પ્રયાસો કરવા છતાં પણ વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો કુલદીપ યાદના સ્પિન યોગ્ય રીતે વાંચવામાં અસમર્થ હતો. કુલદીપ યાદવે ડૈરેન બ્રાવો, રોવમેન પાવેલ અને કેટ્તાન કાર્લોસ બ્રેથવેટની વિકેટ લીધી હતી. જેના કારણ વેસ્ટ ઇન્ડિઝના 15 ઓવરમાં 7 વિકેટના નુકસાન માત્ર 63 રન જ બનાવી શક્યા હતા.


3. દિનેશ કાર્તિકની મહત્વની ભાગીદારી
આ મેચમાં દિનેશ કાર્તિકની 38 રનની ભાગીદારી મહત્વની સાબિત થઇ હતી. વેસ્ટ ઇન્ડિઝના 110 રનોના લક્ષ્યનો પીછો કરતા જ્યારે 35 રનના સ્કોર પર ટીમ ઇન્ડિયા ત્રણ વિકેટ ગુમાવી ચુક્યું હતું. ત્યારે ટીમ માટે જરૂરી રન બનાવતી વખતે બેટિંગ કરવાની જરૂર હતી. દિનેશે બેટિંગ ખુબ સારી રીતે સંભાળી લીધી હતી. જોકે તની સામે જ કેએલ રાહુલ 38 રનની મહત્વની ભાગીદારી નોંધીવ્યા બાદ મનીષ પાંડે પણ આઉટ થઇ ગયો હતો. દિનશ એક સાઇ પર ઉભો રહ્યો અને તક મળવા પર ટીમ ઇન્ડિયા માટે રન પણ બનાવ્યા હતા.


4. મનીષ-કાર્તિકની મહત્ની ભાહી ગાર
આ મેચમાં દિનશ કાર્તિકની 38 રનોની ભાગીદારી ખૂબ મહત્વની સાબિત થઇ હતી. કેએલ રાહુલની બેટિંગમાં 7.3 ઓવરમાં 16 રન બનાવી આઉટ થયા ત્યારે ટિમ ઇન્ડિયાનો 45 રનનો સ્કોર હતો. અને વેસ્ટ ઇન઼્ડીઝના કેપ્તાન બ્રેથવે તેની સારી બોલિંગ કરી ટીમ ઇન્ડિયા માટે રન બનાવવાનું મુશ્કેલ કરી દીધુ હતુ. એવામાં કાર્તિક અને મનિષે ધૈર્ય સાથે 45 બોલમાં 38 રનની ભાગીદારી  કરી જે ટીમ માટે ઘણી મહત્વની શાબિત થઇ હતી. જોકે મનીષ પાંડે તેની વિકેટ બચાવી શક્યો નહીં અને 15મી ઓવરની છેલ્લા બોલ પર આઉટ થઇ ગયો હતો.


5. ક્રુણાલની શાનદાર ઝડપી બેટિંગ
15 ઓવર બાદ ટીમ ઇન્ડિયાની જીત માટે 30 બોલમાં 27 રન બનાવવાના હતા. મેચના હાલાતમાં રન બનાવવું મુશ્કેલ નહીં તો સરળ પણ ન હતું. પરંતુ ક્રુણાલે સંવેદનશીલતાથી વેસ્ટ ઇન્ડિઝના બોલરો પાસેથી રન લેવા અને 9 બોલમાં 21 રન બાનાવી ટીમ ઇન્ડિયાની જીત સરળ કરી હતી.


સ્પોર્ટના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...