INDvsWI: જાણો, પહેલી મેચમાં મળેલી હાર બાદ પણ કેમ ખુશ છે વેસ્ટઇન્ડીઝના કેપ્ટન હોલ્ડર
ગુવાહાટી વનડેમાં ભારતે આપેલી હારને કારણે પણ વેસ્ટઇન્ડિઝ ટીમના કેપ્ટન હોલ્ડરે ખુશી વ્યક્ત કરી હતી.
ગુવાહાટી: ભારત અને વેસ્ટઇન્ડિઢ વચ્ચે ચાલી રહેલી પાંચ વન-ડે મેચોની સિરીઝમાં પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટઇન્ડિઝની ટીમ સામે જોરદાર 8 વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ કપ્તાન રોહિત શર્માની શતકીય બેંટીગની મદદથી ભારતે 42.1 ઓવરમાં જ 323 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. જ્યારે વેસ્ટઇન્ડિઝ ટીમના કેપ્ટને આટલી શર્મનાક હાર બાદ પણ તેની ટીમના બેસ્ટમેનોના વખાણ કર્યા હતા.
વેસ્ટઇન્ડિઝના શિમરોન હેટમેરે 106 રન અને કેમાર રોચ તથા દેવેન્દ્ર બિશૂની બેટીંગના કારણે આઠ વિકેટના નુકશાને 322 રનનો મજબૂત સ્કોર બનાવવામાં સફળતા મળી હતી. છતા પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હોલ્ડરે મેચ પૂર્ણ થયા બાદ કહ્યું કે, ‘બેસ્ટમેનો દ્વારા કરવામાં આવેલા પ્રયાસથી હું ખુશ છું. હેટમેર દ્વારા જોરદાર બેટીંગ કરવામાં આવી હતી. પરંતુ વેસ્ટઇન્ડિઝ ટીમને બોલિંગમાં સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે. આ મેચમાં કેરન પાવેલે પણ ફિફ્ટી મારી હતી.
વધુ વાંચો...કેપ્ટન કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, પૂરી કરી સૌથી ઝડપી 60 આંતરરાષ્ટ્રીય સદી
વિરાટ-રોહિતની રેકોર્ડબ્રેક પાર્ટનરશીપ
ભારતના કેપ્ટન કોહલીએ (140) અને રોહિત શર્માએ (નોટઆઉટ 152) વચ્ચે બીડી વિકેટ માટે 246 રનની રેકોર્ડ બ્રેક ભાગીદારીથી વેસ્ટઇન્ડિઝને આઠ વિકેટે હાર આપીને પાંચ મેચોની સીરીઝમાં 1-0થી આગળ ચાલી રહ્યું છે. આ સાથે જ વેસ્ટઇન્ડિઝ કેપ્ટને કહ્યું કે, રોહિત અને કોહલીની પાર્ટનરશીપના કારણે મેચ હારી ગયા હતા. તેણે વધુમાં કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માને જીતને શ્રેય જાય છે, જેમની બેંટીગના કારણે અમે મેચ હારી ગયા હતા. આશા છે, કે આગામી મેચમાં અમે સારૂ પ્રદર્શન કરીશું
વધુ વાંચો...આજે ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહિલા ટીમ વચ્ચે ટી20 મેચ, વર્લ્ડ કપની તૈયારીઓ પર નજર
વિરાટે રોહિતીના કર્યા વખાણ
જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે ઓપનિંગ બેસ્ટમેન રોહિત શર્મા પિચ પર હોવાથી સાથીદાર બેસ્ટમેન માટે બેટિંગ કરવી સહેલી થઇ જાય છે. જ્યારે કોહલીને તેની દમદાર બેટીંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલીએ મેચ બાદ કહ્યું કે, ‘આ જીત અમારી માટે શાનદાર રહી હતી. વેસ્ટઇન્ડિઝે પણ જોરદાર બેટીંગ કરીને 323 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ઘણો અઘરો સાબિત થઇ શકે છે. પરંતુ અમે લોકો જાણતા હતા કે એક સારી પાર્ટનરશીપ થશે તો અમે મેચ જીતી જઇશું’
આ સીરીઝમાં બીજી વનડે મચે હવે મંગળવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. વેસ્ટઇન્ડિઝનો ભારત પ્રવાસ અત્યાર સુધીમાં ખરાબ ચાલી રહ્યો છે. આ પહેલા પણ તેઓ બે મેચની સીરીઝમાં 2-0 થી હારનો સામનો કરી ચૂક્યા છે.