મુંબઈઃ દિગ્ગજ ક્રિકેટ સચિન તેંડુલકરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારે રમાનારી વિશ્વ કપ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિ ઝડપનાર મોહમ્મદ શમીની જગ્યાએ ભુવનેશ્વર કુમારને અંતિમ ઇલેવનમાં સામેલ કરવાની અપીલ કરી છે. ભુવનેશ્વર વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલને પરેશાન કરે છે અને તેથી તેંડુલકરે શમી પર તેને મહત્વ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેંડુલકરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, આ ભારત માટે સારા સમાચાર છે કે ભુવનેશ્વર કુમાર ફિટ છે. મેં તેના શારીરિક હાવ ભાવ જોયા છે, જેનાથી ખ્યાલ આવે છે કે તે વાસ્તવમાં આત્મવિશ્વાસથી ભરેલો છે. ભુવનેશ્વર પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને અફઘાનિસ્તાન વિરુદ્ધ બહાર રહ્યો હતો. તેની જગ્યાએ ટીમમાં સ્થાન મેળવનાર શમીએ તે મેચમાં હેટ્રિક ઝડપી હતી. 


તેંડુલકરે કહ્યું, 'ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી મેચ માટે જો મારે ભુવનેશ્વર કુમાર અને શમીમાંથી કોઈ એકને પસંદ કરવો પડે તો હું ચોક્કસપણે ભુવનેશ્વર કુમારની પસંદગી કરીશ.' તેમણે કહ્યું, તેનું એકમાત્ર કારણ છે કે ભુવનેશ્વર કુમાર ક્રિસ ગેલને બહારના કોણ પરથી બોલ કરી શકે છે, જેનાથી તે અસહજ અનુભવ કરે છે. મને હજુ પણ યાદ છે મેં જે અંતિમ ટેસ્ટ મેચ રમી હતી, તેમાં ભુવનેશ્વર કુમારે કઈ રીતે ગેલને પરેશાન કર્યો હતો. 


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર, આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ 11 


તેંડુલકરે કહ્યું, હું સમજી શકું છું કે, આ મોહમ્મદ શમી માટે થોડું દુર્ભાગ્યપૂર્ણ હશે પરંતુ મારૂ માનવું છે કે આ મેચ માટે ભુવનેશ્વર કુમારને પસંદ કરવો જોઈએ.