INDW vs SAW: સાઉથ આફ્રિકા સામે ટી20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર
બીસીસીઆઈએ આગામી 7 માર્ચથી સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હીઃ આખરે એક વર્ષ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય મેચ માટે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય મહિલા ટીમ (Indian women team) આગામી 7 માર્ચથી સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે વનડે અને ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટી20 અને વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય મહિલા વનડે ટીમની કમાન અનુભવી મિતાલી રાજને સોંપવામાં આવી છે. તો ટી20 સિરીઝમાં ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે.
છેલ્લે 8 માર્ચ 2020ના રમી હતી ભારતીય મહિલા ટીમ
દેશમાં ક્રિકેટની વાપસી થઈ ગઈ છે. ડોમેસ્કિની સાથે ભારતીય પુરૂષ ટીમ ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમી રહી છે. હવે મહિલા ટીમ પણ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ છેલ્લે મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલમાં 8 માર્ચ 2020ના રોજ મેદાનમાં ઉતરી હતી. ત્યારબાદ મહિલા ટીમે એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
આફ્રિકા સામે સિરીઝ માટે ભારતીય મહિલા વનડે ટીમ
મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધાના, પુનમ પ્રિયા, જેમિમાહ રોડ્રિગ્સ, યસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર, ડે હેમલતા, દીપ્તિ શર્મા, સુષ્મા વેર્મા, શ્વેથા વેર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, ઝુલુન ગોસ્વામી, માનસી જોશી, પુનમ યાદવ, મોનિકા પટેલ, પ્રથ્યુષા.
આ પણ વાંચો- IND vs ENG : ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટમાં રમશે નહીં જસપ્રીત બુમરાહ
ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમીમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, સુષ્મા વેર્મા, નુઝહત પ્રવીન, આયુષી સોની, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, પુનમ યાદવ, માનસી જોશી, મોનીકા પટેલ, સી પ્રથ્યુષા, સિમરન દિલ બહાદુર.
આ પણ વાંચોઃ ભારતના આ મુક્કેબાજનો ધમાકો, વર્લ્ડ ચેમ્પિયન બોક્સરને ચટાવી ધૂળ
વનડે અને ટી20 મેચનો કાર્યક્રમ (નોંધ- આ તમામ મેચ લખનઉમાં રમાશે)
7 માર્ચ, પ્રથમ વનડે
9 માર્ચ, બીજી વનડે
12 માર્ચ, ત્રીજી વનડે
14 માર્ચ, ચોથી વનડે
17 માર્ચ, પાંચમી વનડે
ટી20 સિરીઝનો કાર્યક્રમ
20 માર્ચ, પ્રથમ ટી20
21 માર્ચ, બીજી ટી20
23 માર્ચ, ત્રીજી ટી20
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube