મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવવાની સાથે આઈસીસી ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તેણે ઈંગ્લેન્ડને પ્રથમ વનડેમાં પણ પરાજય આપ્યો હતો. આ રીતે યજમાન ટીમે આ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમને આ જીતથી બે પોઈન્ટ મળ્યા. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને પ્રથમ વનડેમાં 32 રનથી હરાવ્યું હતું. બંન્ને ટીમો વચ્ચે ત્રીજી વનડે ગુરૂવારે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમની આ આઈસીસી વનડે ચેમ્પિયનશિપ ( ICC Women's Championship)માં સતત ચોથો શ્રેણી વિજય છે. ભારતેય ટીમે આ પહેલા 2018માં શ્રીલંકા અને ઈંગ્લેન્ડને 2-1થી પરાજય આપ્યો હતો. જ્યારે આ વર્ષે ભારતે ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ જીતી હતી. 


મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે ભારતીય બોલરોના નામે રહી હતી. ઝૂલન ગોસ્વામી અને શિખા પાંડેએ ચાર-ચાર વિકેટ લઈને ઈંગ્લેન્ડની મહિલા ટીમે 161 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પૂનમ યાદવને પણ બે સફળતા મળી હતી. ઈંગ્લેન્ડ તરપથી નતાલી શિવરે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. 


ભારતીય ટીમે તેના જવાબમાં 41.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારત તરફથી સ્મૃતિએ સૌથી વધુ 63 રન બાવ્યા હતા. કેપ્ટન મિતાલી રાજ 47 રન બનાવી અણનમ રહી હતી. પૂનમ રાઉતે 32 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે દીપ્તિ શર્મા 6 રન બનાવી અણનમ રહી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર