મુંબઈ : ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી વન ડે અને ટી20 સિરીઝ (India vs Australia) માટે ભારતીય ટીમની પસંદગી શુક્રવારે એટલે કે 15 ફેબ્રુઆરીએ થવાની છે. ભારતીય પસંદગીકારો જ્યારે આ ટીમની પસંદગી કરશે ત્યારે તેઓ 30મેથી શરૂ થનારા વિશ્વકપને પણ ધ્યાનમાં લેશે. વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં હજી એવી બે જગ્યાઓ બાકી છે જેના માટે હજી ખેલાડીઓ નક્કી નથી થઈ શક્યા. આમાં એક જગ્યા ફાસ્ટ બોલરની પણ છે. આ જગ્યા માટે ખલીલ અહમદ (Khaleel Ahmed) અને જયદેવ ઉનડકટ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ સિરીઝમાં બે ટી20  અને પાંચ વન ડે મેચ રમવામાં આવશે. આ 30 મેના દિવસે ઇંગ્લેન્ડમાં શરૂ થનારા વિશ્વકપ પહેલાં ભારતીય ટીમની છેલ્લી સિરીઝ હશે. વનડે સિરીઝ પહેલાં બે ટી20 મેચ રમાશે. આમાં વાઇસ કેપ્ટન રોહિત શર્માને આરામ આપી શકાય છે જેથી તે વન ડેમાં થાક્યા વગર રમી શકે. 


પસંદગીકારોએ વિશ્વકપ માટે 12 ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. આ ખેલાડીઓમાં વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિગક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી શામેલ છે. ઓલરાઉન્ડની રેસમાં વિજય શંકર તેમજ રવિન્દ્ર જાડેજા પણ શામેલ છે. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....