શુભમન ગિલ ઈજાગ્રસ્ત, ઈંગ્લેન્ડના પ્રવાસ પર આ ખેલાડીને મળી શકે છે તક
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ગુમાવ્યા બાદ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે.
નવી દિલ્હીઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આંતરિક ઇજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરન મુખ્ય ટીમમાં સામેલ કરી શકાય છે જે હાલ સ્ટેન્ડ બાય છે. તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે ચાર ઓગસ્ટથી શરૂ થનારી સિરીઝ પૂર્વ ઓપરેશન કરાવવાની જરૂર છે કે નહીં.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના એક સીનિયર અધિકારીએ ગોપનીયતાની શરત પર કહ્યું- શુભમનના ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવાની સંભાવના છે પરંતુ હજુ તેમાં એક મહિનાનો સમય છે. પરંતુ હજુ તેમાં એક મહિનાનો સમય છે. અમને જેટલો ખ્યાલ છે જે ઈજા ગંભીર છે.
માનવામાં આવી રહ્યું છે કે ગિલની પિંડલી ઈજાગ્રસ્ત છે કે તેની હેમસ્ટ્રિંગમાં સમસ્યા છે જેને ઠીક થવામાં સમય લાગશે. તે ખ્યાલ નથી કે તેને ક્યારે ઈજા થઈ છે. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ ટીમમાં બે અન્ય ઓપનિંગ બેટ્સમેન છે. જો ગિલ બહાર થાય તો ઈશ્વરનને મુખ્ય ટીમમાં જગ્યા મળી શકે છે.
શ્રીલંકાના કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને દનુષ્કા પર લાગી શકે છે એક વર્ષનો પ્રતિબંધ
ભારતે ગુમાવી હતી WTC ફાઇનલ
18થી 23 જૂન સુધી રમાયેલી ઐતિહાસિક ફાઇનલ વર્ષબાધિત રહી હતી. પહેલા અને ચોથા દિવસે દિવસ એકપણ બોલ ફેંકાયા વગર ધોવાયો હતો. ખરાબ હવામાનને કારણે બીજા અને ત્રીજા દિવસે પણ રમત વહેલી પૂરી થઈ ગઈ હતી. મેચનું પરિણામ છઠ્ઠા દિવસે એટલે રે રિઝર્વ ડેમાં આપ્યું હતું. ભારત દ્વારા આપવામાં આવેલા 139 રનના સામાન્ય લક્ષ્યને ન્યૂઝીલેન્ડે સરળતાથી હાસિલ કરી ભારતને આઠ વિકેટે પરાજય આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube