નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ બુધવારે 2018થી 2023 સુધી 5 વર્ષ માટે પોતાનો ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (FTP)નું એલાન કર્યું. તેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 13 ટીમોની વનડે ગીલ પણ સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમ જ્યાં જુલાઈ 2019માં વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ તેની ધરતી પરથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ડેબ્યૂ કરશે, જ્યારે 13 ટીમોની ઓડીઆઈ લીગમાં ટીમ ઈન્ડિયા જૂન 2020થી શ્રીલંકા વિરુદ્ધ પોતાની અભિયાનની શરૂઆત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FTPનું મુખ્ય આકર્ષણમાં સામેલ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટેસ્ટ રમનારી ટોપ-9 ટીમ ભાગ લેશે જે ટોપના સ્થાન માટે આશરે 2 વર્ષના સમયગાળામાં ઘર અને વિદેશ બંન્ને જગ્યાઓ પર 3-3 શ્રેણી રમશે. પ્રથમ દ્વિવર્ષીય ચક્ર 2019થી શરૂ થશે. ટોપ-2 ટીમ વચ્ચે ફાઇનલ રમાશે. સંભવ છે કે આ ચક્રની ફાઇનલ જુલાઈ 2021માં લોર્ડસમાં રમાશે. 


13 ટીમોની વનડે લીગમાં વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા નેધરલેન્ડ સિવાય ટેસ્ટ રમનારી તમામ 12 ટીમ ભાગ લેશે. આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ રિચર્ડસને જણાવ્યું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ આગામી વર્ષથી શરૂ થશે અને વનડે લીગ 2020થી શરૂ થશે.