Video: ઇન્ટરનેશનલ કબડ્ડી ખેલાડીની લાઇવ મેચ દરમિયાન હત્યા, બધાને ગોળીઓ ધરબી દીધી
પંજાબમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પુરી થઇ છે. અહીં પહેલીવાર આમ આદમી પાર્ટીએ 92 સીટો સાથે રેકોર્ડ જીત નોંધાવી સરકાર બનાવી છે. આપે ભગવંત માનને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવા નિર્ણય કર્યો. પરંતુ તાજેતરમાં જ પંજાબ બીજા સમાચારને લઇને ચર્ચામાં છવાયેલું છે.
નવી દિલ્હી: પંજાબમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પુરી થઇ છે. અહીં પહેલીવાર આમ આદમી પાર્ટીએ 92 સીટો સાથે રેકોર્ડ જીત નોંધાવી સરકાર બનાવી છે. આપે ભગવંત માનને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવા નિર્ણય કર્યો. પરંતુ તાજેતરમાં જ પંજાબ બીજા સમાચારને લઇને ચર્ચામાં છવાયેલું છે. આ સમાચાર રમત-ગમત સાથે જોડાયેલા છે અને એકદમ દર્દનાક પણ. જ્યાં એક ખેલાડી ઉપરં કેટલાક અજ્ઞાત હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
ઇન્ટરનેશનલ ખેલાડી પર થયો મોટો હુમલો
આ સમાચાર પંજાબના જાલંધર શહેરથી આવ્યા છે. જાલંધરના મલ્લિઓમાં સોમવારે ચાલી રહેલી એક મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંદીપ નંગલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. અંબિયાન ગામના રહેવાસી સંદીપની સાંજે 6 વાગે જાલંધરમાં કબડ્ડી કપ દરમિયાન અજાણ્યા હુમલાવરોએ હત્યા કરી. સમાચાર છે કે તેમના માથા અને છાતી પર લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. સંદીપ પર હુમલો કરનાર ગુંડાઓની સંખ્યા લગભગ 12 હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube