ખેલ મંત્રાલયે બમણું કર્યું આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતાઓનું પેન્શન
હાલના પેન્શનધારકોના સંદર્ભમાં પેન્શનની સંશોધિત રકમ એક એપ્રિલ 2018થી લાગૂ થશે.
નવી દિલ્હીઃ ખેલ મંત્રાલયે પોતાની પેન્શન નીતિમાં સંશોદન કરતા બેન્શન બમણુ કરી દીધું છે. જેથી હવે ઓલંમ્પિક મેડલ વિજેતાના દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન મળશે. પૈરાઓલંમ્પિક ગેમ્સના મેડલ વિજેતાને પણ ઓલંમ્પિક મેડલ વિજેતા બરાબર રકમ આપવામાં આવશે. વિશ્વકપ કે એશિયાઇ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતાને 16000, સિલ્વર મેડલ વિજેતાને 14000 અને બ્રોન્ઝ મેડલ વિજેતાના 12000 રૂપિયા પેન્શનના રૂપમાં મળશે.
એક જારી કરેલી માહિતી અનુસાર, પૈરાઓલંમ્પિક ગેમ્સ અને પેરા એશિયાઇ ગેમ્સના મેડલ વિજેતાને ઓલંમ્પિક ગેમ્સ અને એશિયાઇ ગેમ્સના મેડલ વિજેતાના બરાબર પેન્શન આપવામાં આવશે અને દર ચાર વર્ષમાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાના નામ પર પેન્શન માટે વિચાર કરવામાં આવશે.
સંશોધિત નિયમો પ્રમાણે ખેલાડીઓએ સક્રિય રમત કેરિયરમાંથી નિવૃતી લઈ લીધો હોઈ અને આ સાથે યોજના અંતર્ગત પેન્સનનું આવેદન કરતા સમયે 30 વર્ષની ઉંમર પસાર કરી લીધી હોઈ. ખેલાડીઓએ આ સંદર્ભમાં અરજી ફોર્મની સાથે શપથ પત્ર આપવાનું રહેશે. હાલના પેન્શન ધારકોના સંદર્ભમાં પેન્શનની સંશોધિત રકમ 1 એપ્રિલ 2018થી લાગુ થશે.