કોઈની ટી-શર્ટમાં હાથ નાખ્યો તો, કોઈને આપી 2 વર્ષ સુધી શરીરસુખ માણવાની ઓફર, હવે CWG સાથે....
Anandeshwar Pandey: હજુ દુષ્કર્મનો કેસ નોંધાયાના એક દિવસ પર વીત્યો નથી, તેવામાં બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં આનંદેશ્વર પાંડે પર એક મહિલા ડ્રાઈવરની સાથે યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો છે.
Anandeshwar Pandey: ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના ખજાનચી આનંદેશ્વર પાંડેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. બળાત્કારના આરોપમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા પાંડે સામે બર્મિંગહામ ગેમ્સ સાથે સંબંધિત અન્ય એક કેસ પણ પ્રકાશમાં આવ્યો છે. હજુ દુષ્કર્મનો કેસ નોંધાયાના એક દિવસ પર વીત્યો નથી, તેવામાં બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં આનંદેશ્વર પાંડે પર એક મહિલા ડ્રાઈવરની સાથે યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો છે.
મહિલા ડ્રાઇવરની ટી-શર્ટમાં નાખ્યો હાથ
બર્મિંગહામ ગેમ્સ 'ફેમિલી સર્વિસજ'ના વડા અશ્વિન લોખરેએ 5 ઓગસ્ટના રોજ IOAના કાર્યકારી પ્રમુખ અનિલ ખન્નાને જાણ કરી હતી. આ પત્રમાં અનિલ લોખરેએ જણાવ્યું છે કે કેવી રીતે પાંડેએ સ્વયંસેવક મહિલા ડ્રાઈવરની ટી-શર્ટમાં હાથ નાખવાનો પ્રયાસ કર્યો. હવે આ આરોપો સામે આવ્યા બાદ આનંદેશ્વર પાંડેનો ટ્રાન્સપોર્ટ પ્રિવિલેજ (T2) રદ કરવામાં આવ્યો છે.
તેમણે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, "આનંદેશ્વર પાંડેના અયોગ્ય વર્તનને કારણે આ રમતો સાથે સંકળાયેલા સ્વયંસેવક ડ્રાઇવર મહિલાએ અસ્વસ્થતા અનુભવી રહી હતી. બર્મિંગહામ 2022 એ બાકીની ગેમ્સ માટે તેમનો 'ટ્રાન્સપોર્ટ વિશેષાધિકાર' રદ કરવાનો નિર્ણય લીધો છે.
પાંડેનો દાવો - થઈ રહ્યું છે ફસાવવાનું ષડયંત્ર
જો કે, પાંડેએ દાવો કર્યો છે કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ફસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પાંડેએ જણાવ્યું છે કે, 'જો મેં કંઈક ગંભીર કર્યું હોત તો આ ગેમ્સ માટે મારી માન્યતા રદ થઈ ગઈ હોત, પરંતુ એવું થયું નથી. માત્ર મારા પરિવહન વિશેષાધિકારો પાછા લેવામાં આવ્યા છે.
સીમા શર્માએ લગાવ્યો છે આરોપ
અગાઉ ઉત્તર પ્રદેશ ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી પાંડે પર તાજેતરમાં બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને રાજસ્થાનના ભિવડી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પાંડે પર આ આરોપ સશાસ્ત્ર સીમા બાલ (SSB)ની ભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્તરની હેન્ડબોલ ખેલાડી સીમા શર્માએ લગાવ્યો છે. પાંડેએ 2013 થી 2020 સુધી હેન્ડબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (HFI) ના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે.
સોશિયલ મીડિયા પર અનેક મહિલાઓ સાથેની તસવીરો વાયરલ થયા બાદ તપાસમાં ફસાયેલા ઉત્તર પ્રદેશ ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી આનંદેશ્વર પાંડે પર હવે રાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલી મહિલા હેન્ડબોલ ખેલાડીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, ત્યારબાદ તેમના પર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બે વર્ષ સુધી શરીર સંબંધ બનાવવાની આપી હતી ઓફર
FIR મુજબ ખેલાડીએ આરોપ લગાવ્યો છે કે આનંદેશ્વર પાંડેએ તેને રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય સ્તરની ખેલાડી બનાવવા માટે તેને બે વર્ષ સુધી શારીરિક સંબંધો રાખવાની શરત મૂકી હતી અને લખનઉના કેડી સિંહ બાબુ સ્ટેડિયમમાં આયોજિત વિશેષ તાલીમ શિબિર દરમિયાન બળાત્કારનો પ્રયાસ પણ કર્યો હતો. એફઆઈઆર મુજબ IOAના ખજાનચીએ દાવો કર્યો હતો કે તેણે ઘણી છોકરીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ બનાવી છે અને તેમની સાથે પણ એવું જ કરશે જો તે તેમની સાથે બે વર્ષ સુધી તેમની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સંમત થાય છે.