ચેન્નઈઃ ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ)માં લીગ રાઉન્ડ બાદ પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ પ્રથમ નંબર પર રહેગી, તેનો નિર્ણય બુધવાર (1 મે)ના મેચથી ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ જશે. આ દિવસે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ અને રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો રમાશે. આ બંન્ને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરી ચુકી છે. હવે બંન્ને ટીમ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા માટે મુકાબલો છે. હાલમાં બંન્ને ટીમોના અત્યારે 12-12 મેચોથી 16-16 પોઈન્ટ છે. આ મેચ જીતનારી ટીમના 18 પોઈન્ટ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈ અને દિલ્હીની ટીમ બુધવારે એમએ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આમને-સામને હશે. આઈપીએલ-2019ની સિઝનમાં આ બંન્ને ટીમો વચ્ચે બીજો મુકાબલો હશે. પ્રથમ મુકાબલો દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં 26 માર્ચે યોજાયો હતો. તે મેચ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. હવે બંન્ને ખુબ મહત્વના મુકાબલામાં આમને-સામને છે. જે ટીમ જીતશે તેની પાસે તે તક હશે કે બંન્ને પોતાનો છેલ્લો મુકાબલો જીતીને 20 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. હારનારી ટીમ તે ઈચ્છશે કે તે પોતાનો અંતિમ મેચ જીતીને 18 પોઈન્ટ સુધી પહોંચશે. 


દિલ્હીએ છ વર્ષ બાદ પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. યુવા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની વાળી આ યુવા ટીમની પાસે શિખર ધવન, પૃથ્વી શો, રિષભ પંત જેવા બેટ્સમેન છે જે સતત રન બનાવી રહ્યાં છે. પરંતુ પંત અને પૃથ્વી શોના પ્રદર્શનમાં સાતત્યતા બનાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેવામાં ટીમ મેનેજમેન્ટ ઈચ્છશે કે બંન્ને યુવા બેટ્સમેન બેટથી સાતત્યતા હાસિલ કરે. 


આ ટીમના નિચલા ક્રમમાં ટીમની પાસે શેફરન રદરફોર્ડ, કોલિન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ છે જે મોટા શોટ્સ ફટકારવામાં માહિર છે. દિલ્હીનું બોલિંગ આક્રમણ આ સિઝનમાં સૌથી સારા બોલિંગ આક્રમણમાંથી એક છે. ઈશાંત શર્માને જ્યારે તક મળી છે તેણે પોતાનો અનુભવનો શાનદાર ઉપયોગ કર્યો છે. 


ચેન્નઈની ટીમ ઘણીવાર લીગમાં ટોપ પર રહી ચુકી છે. તેથી દિલ્હીને પછાડવા માટે ધોનીની ટીમ બેતાબ હશે. ચેન્નઈ પોતાના ઘરમાં રમી રહી છે તેથી તેનો આત્મવિશ્વાસ ઘણો ઉપર હશે. ચેન્નઈની પાસે ટી2ના મોટા નામ શેન વોટસન, ડ્વેન બ્રાવો, સુરેશ રૈના, ધોની છે. તો બોલિંગમાં દીપક ચહર, શાર્દુલ ઠાકુર, હરભજન સિંહ, બ્રાવો, વોટસન, મિશેલ સેન્ટનર પર ટીમની જવાબદારી હશે.