નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ ખેલાડીઓના બદલામાં શિખર ધવનને દિલ્હી ડેયરડેવિલ્સની સાથે જોડી દીધો છે જેનાથી આ ઓપનિંગ બેટ્સમેન પોતાના સ્થાનિક શહેરની આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે રમતો જોવા મળશે. ધવનની જગ્યાએ દિલ્હીએ ઓલરાઉન્ડર વિજય શંકર, સ્પિનર શાહબાજ નદીમ અને યુવા અભિષેક શર્માને સનરાઇઝર્સ માટે રિલીઝ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે થયેલી ખેલાડીઓની હરાજીમાં સનરાઇઝર્સે ધવનને રાઇટ ટૂ મેચ (આરટીએમ) કાર્ડના માધ્યમથી 5 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રકમથી ધવન નાખુશ હતો જેના કારણે તે હવે દિલ્હી સાથે જોડાઈ ગયો છે જેના તરફથી તે 2008માં આઈપીએલ રમ્યો હતો. હૈદરાબાદે એક નિવેદનમાં કહ્યું, અમે દુખની સાથે જાહેરાત કરીએ છીએ કે અમારી સાથે લાંબા સમયથી જોડાયેલ ખેલાડીઓમાંથી એક શિખર ધવન 2019માં બીજી ફ્રેન્ચાઇઝી તરફથી રમશે. અમને ખુશી છે કે અમે રાઇટ ટૂ મેચ કાર્ડના માધ્યમથી ધવનને ખરીદ્યો હતો. 


હોકી વર્લ્ડ કપઃ પાકિસ્તાન ટીમને વિઝા આપવા માટે હજુ વિચાર કરી રહ્યું છે ભારત

નિવેદન પ્રમાણે, દુર્ભાગ્યથી તે જોવા મળ્યું હતું કે, આ રકમમાં વેંચાયા બાદથી તે થોડો અસહજ હતો પરંતુ આઈપીએલના નિયમો મુજબ અમે તેમાં ફેરફાર કરી શકીએ નહીં. અમે વર્ષોથી શિખરના શાનદાર યોગદાનની પ્રશંસા કરીએ છીએ અને અમને દુખ છે કે નાણાકીય કારણોથી તેણે નિર્ણય કર્યો અને આ આગળ વધવાનો સમય છે. ધવન 2013માં સનરાઇઝર્સ સાથે જોડાયો હતો અને આ દરમિયાન તે 91 ઈનિંગમાં 2768 રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. 


રણજી ટ્રોફીઃ ગૌતમ ગંભીરે દિલ્હીની કેપ્ટનશિપ છોડી, નીતિશ રાણા સંભાળશે સુકાન